Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લામાં આવેલ ઓસમ ડુંગરની આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ

કોરોના કાળ બાદ હવે ધીમે ધીમે તમામ પ્રવૃત્તિ શરૂ થઈ રહી છે જેમાં રાજ્યમાં પણ રમત ગમ્મત પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને ગતિ આપવાના પ્રયત્ન કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય દ્વારા આરોહ અવરોહની સ્પર્ધા યોજાઈ હતી, આ સ્પર્ધાના 10 જેટલા સ્પર્ધકો સીધા જ નેશનલ કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, ગત 2 વર્ષ થયાં આ સ્પર્ધા બંધ હતી જે આજે ફરી થી શરૂ થઈ હતી જેમાં 90 જેટલા છોકરા અને 78 જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો જેમાં રાજ્યના 10 જિલ્લાઓ માંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, વહેલી સવારે 7 વાગ્યે રાજકોટ જિલ્લા યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી, પ્રથમ છોકરા એ આરોહ અને અવરોહણ કર્યું હતુ

 જેમાં ઓસમ પર્વતના બે રૂટ ઉપર સ્પર્ધા યોજવામાં આવી હતી ચઢાણ માટે 650 પગથિયાં અને ઉતરવા માટે બીજા રૂટ ઉપર 750 પગથિયાં સાથે કુલ 1500 પગથિયાં ચઢાણ અને ઉતરાણ કરવામાં આવી હતી, જેમાં છોકરાઓના વિભાગમાં પ્રથમ ક્રમે અને છોકરીઓના વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ હતા, 2 વર્ષ બાદ યોજાયેલ ઓસમ આરોહ અવરોહણને લઈને સ્પર્ધાકોમાં ઉત્સુક જોવા મળી હતી

અને ફરી શરૂ થયેલ રમત ગમતને લઈને યુવાનોમાં ખુશી જોવા મળી હતી, નોંધનીય છે કે અહીં વિજેતા થયેલ 10 છોકરા અને 10 છોકરીઓને સીધા જ નેશનલ કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં ભાગ મળશે

Related posts

રૂ. ૧૦,૦૦૦નું વ્યાજ રૂ.૯૨,૦૦૦ ગણતા વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

aapnugujarat

અમરેલીમાં ગાબડુ : તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધું

aapnugujarat

જુનાગઢ દલિત સમાજ દ્વારા ‘અસ્મિતા દિન’ની શાનદાર ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1