Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ દલિત સમાજ દ્વારા ‘અસ્મિતા દિન’ની શાનદાર ઉજવણી

જુનાગઢ જિલ્લા દલિત સમાજ દ્વારા જુનાગઢના કાળવા ચોક ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે વિશાળ સંખ્યામાં બાબાસાહેબ આંબેડકરને રેલીનાં સ્વરૂપમાં જઈને સલામી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૧૮૧૮માં પૂનાના કોરેગાવમાં ભીમા નદીનાં કાંઠે ૫૦૦ મહાર દલિત સૈનિકોએ ૨૮૦૦ની ફૌજ સામે લડાઈ લડીને દલિતોની અસ્મિતા ઉજાગર કરીને અન્યાય, જાતિવાદની જડ સામે આંદોલનનું મંડાણ દલિત સૈનિકો દ્વારા કરવામાં આવ્યું તેને ૨૦૦ વર્ષ પૂરા થતાં હતાં તે દિવસને ‘દલિત અસ્મિતા દિવસ’ની ઉજવણીનાં અનુસંધાનમાં જુનાગઢ દલિત સમાજ આગેવાનોએ શૌર્ય દિવસને સાજે તે રીતે શાનદાર ઉવણી કરી તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં દલિત સમાજનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જીતુભાઈ માણવર, દિનેશભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, હમીરભાઈ ધ્રુવ, સામતભાઈ રાઠોડ, પરબતભાઈ ચાવડા, જિલ્લા પંચાયતનાં ચેરમેન, નિખીલ ચૌહાણ, કરસનભાઈ રાઠોડ, જિજ્ઞેશ મારુ, ચંદુભાઈ મકવાણા, વિજય દાફડા, રમેશ વેગડા, વિશાલ સાવલીયા વગેરે હાજર રહ્યાં હતાં.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

અમદાવાદ સિવિલમાં ૫૭ હેલ્થ વર્કર સંક્રમિત

editor

પ્રેમિકાના બાપની પ્રેમીએ હત્યા કરી

aapnugujarat

લીંબડીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1