Aapnu Gujarat
Uncategorized

પ્રેમિકાના બાપની પ્રેમીએ હત્યા કરી

જૂનાગઢના વિસાવદરના નાની મોણપરી ગામે રહેતા પટેલ મનસુખ રાખોલિયાની કોઇ અજાણ્યા ઇસમે તેની જ વાડીની ઓરડીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.
જૂનાગઢના વિસાવદરના નાની મોણપરી ગામે રહેતા પટેલ મનસુખ રાખોલિયાની કોઇ અજાણ્યા ઇસમે તેની જ વાડીની ઓરડીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. સવારે મનસુખભાઈની લોહીથી લથપથ લાશ મળતા વિસાવદર અને જૂનાગઢ એલસીબીએ તપાસ હાથધરી હતી. જે હત્યામાં પોલીસે સાંખડાવદર ગામના યોગેશ નાથા સતાસીયા નામા પટેલ શખ્સની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાના સ્થળથી રોડ સુધી જતા માર્ગો ઉપરના સીસીટીવી, ટેક્નિકલ ટીમની મદદ અને બાતમીના આધારે હત્યામાં યોગેશ સતાસીયા સંડોવાયેલો હોવાનું જાણમાં આવતા તેની અટકાયત કરીને આકરી પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો
આરોપીની કબૂલાત મુજબ તેને મરનારી દીકરી સાથે રાજીખુશીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેની મરનાર મનસુખ રાખોલિયાને જામ થઇ થતાં તેણે યોગેશ પાસેથી નાણાંની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. અને ન આપે તો દુષ્કર્મની ફરિયાદ કરવાવશે તેવી ધમકી આપીને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. જેથી મનસુખનું ઢીમ ઢાળવાનું નક્કી કરી વોચ રાખી હતી.
ગત શુક્રવારે મનસુખ રાત્રે પાણી વાળવા માટે પોતાની વાડીએ આવતા મોકો જોઇને યોગેશે ત્રિકમના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. હત્યાની કબૂલાત આપતા પોલીસે યોગેશની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરીહ તી. હત્યામાં વપરાયેલ ત્રિકમ અને પકડાં કબ્જે કરવા વધુ તપાસ હાથધરી છે.

Related posts

તા.૧૦ ફેબ્રુઆરીએ લીંબડી ખાતે અનુસુચિત જાતિનો તૃતિય સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો

aapnugujarat

PM MODI એ સુરતમાં ૨૦૦ કરોડના ખર્ચે હોસ્ટેલનું ખાતમુર્હૂત કર્યું

editor

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પૈસા ચૂકવવા પડશે

editor

Leave a Comment

UA-96247877-1