Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ સિવિલમાં ૫૭ હેલ્થ વર્કર સંક્રમિત

અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થતાં સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કર પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. સિવિલમાં છેલ્લાં ૧૦ દિવસમાં ૫૦ નર્સ સહિત ૫૭ હેલ્થ વર્કરને કોરોનાનો ચેપ લાગ્યો છે. સિવિલના મોટા ભાગના વિભાગના હેડ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સિવિલના ઓએસડી ડૉ. મૈત્રી ગજ્જર, પલ્મોનોલોજી વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી, એનેસ્થેસિયાના વડા ડૉ. તરલીકા, બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, મેડિસીનના સિનિયર પ્રોફેસર ડૉ. બી.કે. અમીન કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૫૯૦ હેલ્થ વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ચારે બાજુ લોકોની અર્થી ઉઠી રહી છે. એમાંય અમદાવાદ અને સુરતની હાલત તો અત્યંત બદતર થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં તો મોતના આંક પણ ધીરેધીરે વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો તેમજ સ્મશાનગૃહોની બહાર પણ શબવાહિનીની લાઇનો જોવા મળી રહી છે.અમદાવાદ શહેર ઉપર કોરોનાનું કોહરામ જોવા મળી રહ્યું છે.

Related posts

સોમનાથમાં ૨૩માં સંકલ્પ સિદ્ધિ દિનની ઉજવણી

aapnugujarat

એજ્યુકેશન એકેડેમીમાં તગડી ફી વસુલતા હોવાની ઉઠી બુમરાડ

editor

કમીજલા ખાતે વિદ્યાર્થીઓ માટે “અનુભૂતિ ૨૦૧૮ ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1