Aapnu Gujarat
ગુજરાત

ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ ૧૫મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ ૧થી ૧૨ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી ૧૦ મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.ગઈ કાલે પીએમ મોદીએ શિક્ષણ વિભાગ સાથે વાત કર્યા પછીથી સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરી હતી તો ૧૨ ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફિટકાર લગાવી છે.
હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતી પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.
રાજ્યમાં સર્જાયેલી કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે આજે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા મોકૂફ રાખી છે. આ સાથે જ ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી છે. પરંતુ સરકારની જાહેરાતમાં માહિતીના અભાવથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.સરકારે પોતાની જાહેરાતમાં વાલીઓએ અગાઉ ભરેલી ફી અંગે કોઇ પણ જાતની સ્પષ્ટતા નથી કરી. એટલે કે ફી પરત મળશે કે કેમ તે અંગે વાલીઓમાં અસમંજસતા છે. ત્યારે વાલીઓની હવે એવી માંગણી છે કે, સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ અને આગામી સમયમાં પણ વાલીઓએ ફી ભરવી કે કેમ અને જો ફી ભરવી તો કેટલી ભરવી જેવી વગેરે અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.

Related posts

ડેમોમાં માત્ર ૩૩ ટકા પાણી સરકારની મે મહિનામાં અગ્નિપરીક્ષા

aapnugujarat

વડોદરા જિલ્લા પ્રશાસને વિવિધ સંસ્થાઓના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલ્યા

aapnugujarat

ગુજરાતમાં ભાજપની હાલ આંધી ચાલી રહી છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1