Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં ૨૩માં સંકલ્પ સિદ્ધિ દિનની ઉજવણી

સરદાર વલ્લભભાઇ પટેલે ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢને અખંડ ભારતમાં જોડી ૧૩ નવેમ્બર ૧૯૪૭ એ સમુદ્રનું જળ હાથમાં લઇ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરેલ, કાળ ક્રમે સરદારશ્રી ન રહ્યા પણ સરદારની આંખો શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરિસરમાં લગાવવામાં આવેલી છે. ૧૯૯૫માં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પૂર્ણ થયું, નૃત્યમંડપ કાર્ય પુર્ણ થતા ભારતનાં રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માનાં કરકમલોથી નૃત્યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. સરદારે લીધેલ સંકલ્પ ૧૩ નવેમ્બર ૧૯૪૭ની સિદ્ધી ૧ ડિસેમ્બર ૧૯૯૫ એ થયેલ.આજે ૨૩માં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સરદારવંદના , સોમનાથ મહાદેવને મહાપૂજા, વિશેષ શ્રૃંગાર સહિતના આયોજન કરાયેલ, જેમાં સ્થાનીક તીર્થપૂરોહિતો, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર, અધિકારીઓ-કર્મચારી જોડાયા હતા.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સોમનાથ મંદિર નજીક રૂદ્રેશ્વર મંદિરના વાડામાં દીપડો ત્રાટક્યો : વાછરડીનું મારણ કર્યું

aapnugujarat

આયુર્વેદ નિષ્ણાંત વૈધ મહેન્દ્રસિંહજીનું સન્માન કરાયું

editor

જામનગરમાં ૨૦ હજાર દારૂની બોટલો સાથે ટ્રક ઝડપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1