Aapnu Gujarat
ગુજરાત

૩૦ એપ્રિલ સુધી સાપુતારા સંપૂર્ણ બંધ રહેશે

ડાંગના સાપુતારામાં વધતા કોરોનાના કેસને પગલે ખાતે લારી ગલ્લા , ઢાબાઓ , શોપિંગ સેન્ટર સ્વયંભૂ બંધ રહેશે. જિલ્લામાં સંક્રમણ ન વકરે તે માટે સ્થાનિક વેપારીઓએ આ નિર્ણય લીધો છે. આગામી ૩૦ એપ્રિલ સુધી સાપુતારા સંપૂર્ણ બંધ રહેશે. કોરોના વાયરસના વધતા કહેરથી પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા એક વર્ષથી ખોટ કરતા નાના મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જોતા ફરી એકવાર સ્વૈચ્છીક લૉકડાઉન કરવાની ફરજ પડી છે.
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છીક લૉકડાઉનને પગલે લોકો હવે જાગૃત બન્યા છે અને કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.સાપુતારામાં જ્યાં દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે તેવા મહારાષ્ટ્રને અડીને આવેલા આ બોર્ડરવાળા સ્થળે છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો છવાયો છે. બોટિંગ, પેરાગલાઇડિંગના સ્થળો સાથે અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે. તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે.

Related posts

વડોદરા શહેરમાં હથિયારબંધી

aapnugujarat

म्युनिसिपल स्टेन्डिंग कमिटी में पांच वर्ष में ऐतिहासिक एलिसब्रिज सहित पांच बिल्डिंगों तोड़ने का प्रस्ताव था

aapnugujarat

ભાજપના શાસનમાં લોકો પરેશાન છે : ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1