Aapnu Gujarat
રમતગમત

મેચ રેફરીએ કોહલીને આપ્યો ઠપકો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનની પ્રથમ ટીમ બની ગઈ છે, જેણે તેની શરૂઆતની બંને મેચ જીતી હોય. તેની સાથે જ વિરાટ કોહલીની આગેવાનીવાળી આ ટીમ પોઇન્ટ ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગઈ છે.
બેંગ્લોરે તેની પહેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હરાવી જ્યારે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી. પરંતુ આ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને જોરદાર ઠપકો પડ્યો.હકીકતમાં વિરાટ કોહલીને ઇન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષિત ઠેરવવામાં આવ્યો.
કોહલી જ્યારે હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં આઉટ થયો ત્યારે તેણે ડગઆઉટમાં રાખવામાં આવેલી ખુરસી પર બેટ પછાડ્યો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર તરત વાઇરસ પણ થઇ ગયો હતો. આ જ કારણે મેચ રેફરી વી. નારાયણ કુટ્ટીએ આઈપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા પર વિરાટ કોહલીને ઠપકો આપ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર ખુરશી પર જ નહીં, પરંતુ બાઉન્ડ્રી લાઇન પર લાગેલા એડવર્ટાઇઝ બોર્ડ પર પણ બેટ માર્યો.
ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારે ૨૦૧૬માં કોલકાતા નાઇટ રાઇડર્સના ત્યારના કેપ્ટન ગૌતમ ગંભીરે પણ ખુરશી પર બેટ માર્યો હતો. ત્યારે રેફરીએ તેને ઠપકાની સાથે દંડ પણ ફટકાર્યો હતો.

Related posts

આઈપીએલ : આવતીકાલે પંજાબ- બેંગ્લોર ટકરાશે

aapnugujarat

ભારતમાં રમવાના અનુભવથી ઘણો ફાયદો થશે : ઉસ્માન ખ્વાજા

aapnugujarat

न्यूजीलैंड के खिलाफ बिना जीते भी फाइनल में पहुंच सकता है भारत !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1