Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આઈપીએલ : આવતીકાલે પંજાબ- બેંગ્લોર ટકરાશે

બેંગલોરમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની મહત્વપૂર્ણ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાનાર છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. સૌથી મોટી સમસ્યા વિરાટ કોહલીની ટીમ સામે આવેલી છે.કોહલીની ટીમને વાપસી કરવા માટે હજુ સતત સારો દેખાવ કરવાની જરૂર દેખાઇ રહી છે. પોઇન્ટ ટેબલમાં આ ટીમ હજુ પણ ખુબ પાછળ રહી ગઇ છે. કેપ્ટન કોહલી ફોર્મમાં આવી જતા હવે નવી આશા દેખાઇ રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબમાં ફરી એકવાર તમામની નજર ક્રિસ ગેઇલ પર કેન્દ્રિત રહેશે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે ૮ વાગ્યાથી કરવામાં આવનાર છે. કોહલીની ટીમ હવે ફેંકાઇ જવાના આરે પહોંચી ગઇ છે. બેંગલોર ખાતેની મેચ રોમાંચક બનનાર છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથીકરવામાં આવનાર છે. કોહલીની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ હોવા છતાં આ ટીમ તમામ મોરચે બિલકુલ ફ્લોપ સાબિત થઇ છે. કિંગ્સ ઇલેવનની ટીમમાં ગેઇલ હોવાથી તમામની નજર તેેના ઉપર કેન્દ્રિત રહેશે. આ ઉપરાંત અશ્વિનની બોલિંગ ઉપર પણ નજર રહેશે. બેંગ્લોરની ટીમમાં ડિવિલિયર્સ, મોઇન અલી, નેગી, પાર્થિવ પટેલ સહિતના ખેલાડી હોવા છતાં જોરદાર દેખાવ કરવામાં સફળતા મળી નથી.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્‌ સિંહ ધોનીતેમજ સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે.

Related posts

एयर इंडिया इकॉनमी क्लास के यात्रियों को नहीं मिलेगा नॉनवेज

aapnugujarat

સીટેટની પરીક્ષામાં ૧૦ ટકા અનામતની માંગવાળી અરજી પર સુપ્રિમે કેન્દ્રને નોટિસ ફટકારી

aapnugujarat

Team India will wear orange jersey for their World Cup 2019 match against England on June 30

aapnugujarat

Leave a Comment

UA-96247877-1