Aapnu Gujarat
ગુજરાત

ભાજપના શાસનમાં લોકો પરેશાન છે : ધાનાણી

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત કરી હતી. લોકસરકાર અંગે માહિતી આપતા ધાનાણીએ કહ્યું હતું કે, લોકસરકાર એટલે લોકો વતી, લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોકસરકારનો ઉદ્દેશ્ય લોકસમસ્યાને સરકારના કામ સુધી પહોંચાડવા, લોકવેદનાને વાચા આપવા, લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા, સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પહોંચાડવાનો છે. સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સતત અવગણના થઇ રહી છે. લોકસરકારનો ઉદ્દેશ્ય લોકશાહી પરંપરાને વધુ મજબૂત બનાવીને સમાજને સશક્ત બનાવવાનો પણ રહ્યો છે. ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં આજે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ અલગ વિભાગોની ફરિયાદ ક્યા કરવી તેની કોઇ જાણકારી નથી. પ્રજાનો અવાજ બુલંદ થવાના બદલે દબાવાઈ રહ્યો છે.

Related posts

સાણંદ તાલુકામાં મનુસ્મૃતિનું દહન કરાયું

editor

राहुल गांधी के साथ जिग्नेश नवसृजन यात्रा में शामिल हुए

aapnugujarat

મીટર ભાડા પરનો જીએસટી હાઈકોર્ટે કર્યો રદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1