Aapnu Gujarat
Uncategorized

વેરા વધારા મામલે જિલ્લા કલેકટરને આપવામા આવ્યુ આવેદનપત્ર

ગોધરાનગર પાલિકા દ્વારા વેરામા ૪૦ ટકાનો ભાવ વધારો કરવા મામલે જાગૃત નાગરિકો વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ,એક તરફ કોરોનામાં ધંધા રોજગારને માઠી અસર પહોચી છે.ત્યારે આ રીતનો વેરાનો ભાવવધારો મોંઘવારીમાં ઘટાડવામા આવે તેવી રજુઆત કરવામા આવી છે.જિલ્લા કલેકટરને આપવામા આવેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે લોકોની આવકમાં ઘટાડો થયો છે.કોરોનાને કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.

બેરોજગારી પણ વધી ગઈ છે.લોકોની આર્થિક સ્થિતિ દયનિય છે.ઘર ચલાવવુ પણ અઘરૂ બન્યુ છે.સમગ્ર પરિસ્થિતિ થી અજાણ હોવા છતા પાલિકા દ્વારા માનસિક ત્રાસ આપવા માટે વેરા વધારવામા આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.સત્તાના મદમા બેઠેલા લોકો અણ સમજ્યા નિર્ણયો લઈને ગોધરાની જનતાને ખુબ મોટુ નુકસાન કરેલ છે.૪૦ ટકાનો વધારો એ સામાન્ય વધારો ન કહેવાય.આગામી સમયમાં પાલિકા અને લોકો વચ્ચે ઘર્ષણ ઉભા થશે.તેમ પણ જણાવાયુ હતુ, ઉપસ્થિત લોકો દ્વારા વેરા વધારો પરત ખેચવા સુત્રોચ્ચાર કર્યા હતા.

Related posts

મહિલા પોલીસ SHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન

editor

બીહેવીયર થેરાપી, મ્યુઝિક, ગ્રુપ , સેન્સરી ઇન્ટિગ્રેશન વગેરે થેરાપી દ્વારા થતી સારવાર

editor

देवभूमि द्वारका के भाणवड में १३ इंच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1