Aapnu Gujarat
Uncategorized

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ડો. બાબા સાહેબ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના 121 દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડો. બાબા સાહેબ આંબેડકર ભવનનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,, જિલ્લાના મુખ્ય ન્યાયાલયની પાછળ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન નિર્માણ પામનાર છે.

. રાજ્યમાં અનુચુચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તક નિર્માણ પામનાર આ ભવન 20 જેટલી જાતિઓને સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રસંગે લાભદાયી નીવડશે,,રાજ્યના 24 જિલ્લાઓમાં આ ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ તેવું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે રાજ્યક્ષાના મંત્રી મનીષાબેન વકીલ અને કુબેરભાઈ ડીંડોર, સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ , જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.

Related posts

महिला कॉर्पोरेटर ने डॉक्टर को मारा

aapnugujarat

વેરાવળની સરકારી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણીનું આયોજન કરાયું

aapnugujarat

ધોરાજીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1