Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

ધોરાજીમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જશુબેન કોરાટે ખેડૂતલક્ષી પ્રવચનમાં જણાવેલ કે આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે ત્યારે આજે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમના અંતર્ગત ધોરાજી શહેર અને તાલુકાના ખેડૂતોને રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની જે પ્રકારની સહાય મળી રહી છે ત્યાં લાભાર્થીઓને આજે આજના કાર્યક્રમમાં સહાય આપવામાં આવી રહી છે. જશુબેન કોરાટે વધુમાં જણાવેલ કે પ્રધાનમંત્રી મોદીએ નવી કૃષિ નીતિ જે કાયદો બનાવ્યો છે તે ખરા અર્થમાં ખેડૂતોને ફાયદાકારક છે પરંતુ ખરા અર્થમાં જે પ્રકારે ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે તેનો અમુક વિરોધીઓ ખોટો પ્રચાર કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે બાબતે આજે આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોને જાહેરમાં ખુલાસો કરી જણાવ્યું હતું. આજે ૯ કરોડ ખેડૂતોને મોદીએ એક સ્વીચ દબાવીને ૧૮ હજાર કરોડની સહાય ચૂકવી છે અને સીધા જ ખેડૂતોના ખાતામાં એ રકમ જમા થઈ જશે. ખેડૂતોએ સરકાર વિરોધી લોકોના વાતમાં નહીં આવવા ખાસ અપીલ કરી હતી. આ સમયે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના પૂર્વ મંત્રી શ્રી જશુબેન કોરાટ (પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ) તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણી વી.ડી. પટેલ, ધોરાજીના પ્રભારી રાજશીભાઇ હુંબલ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા, તાલુકા ભાજપના પ્રમુખ રમણીકભાઈ મકાતી, ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા, મનીષભાઈ કંડોલીયા, તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ ડાંગર, જનકસિંહ જાડેજા, મહિલા ભાજપના અગ્રણી મુક્તાબેન વઘાસીયા, જયસુખભાઇ ઠેસીયા, રાજુભાઈ બાલધા, નગરપાલિકાના વિરોધ પક્ષનાં નેતા પરેશ વાગડીયા તેમજ ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી, નાયબ મામલતદાર નંદાણીયા, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી વિગેરે આગેવાનોની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમયે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવેલ છત્રી જીવામૃત કીટ વિતરણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય વિતરણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના લાભાર્થીઓને સહાય વિતરણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના લાભાર્થીઓને પેમેન્ટ હુકમ વિતરણ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કીટનું વિતરણ વિવિધ આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવેલું હતું. કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીએ કરેલ તેમજ કાર્યક્રમનું સંચાલન ખેતીવાડી વિભાગના અધિકારીઓએ કરેલ હતું. આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારીએ કરેલી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

પંચમુખી સમુત્કૅસ મંદિર તથા બુટભવાની મંદિરે ભક્તોની ભીડ

editor

ખનીજ ચોરી : તાલાલાના કોંગી સભ્ય બારડ સસ્પેન્ડ

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક ધારા-૨૦૦૬ નાં અમલ અંગે તાલુકા દીઠ ટીમ કાર્યરત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1