Aapnu Gujarat
Uncategorized

ચુડા તાલુકાના કોરડા ખાતે પાઇપલાઇનના કામનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

ચુડા તાલુકાના કોરડા ખાતે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચોકડી સબ હેડવર્કસથી કોરડા ગામ સુધી રૂપિયા ૧.૮૮ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇનના કામનું વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આજે રૂપિયા ૧.૮૮ કરોડના ખર્ચે પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. હવે આ ગામના દરેક લોકોને ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આ યોજના મદદરૂપ બનશે. આ વિસ્તારના ગામડાઓમાં પીવાનું નિયમિત પાણી મળી રહે તે માટે પાણી પુરવઠાની યોજનાઓ અંતર્ગત વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે.

વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક ગામડાને નલ સે જલ યોજના અંતર્ગત આવરીને દરેકના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે તેમજ ખેડૂતોને રાત્રીના ઉજાગરામાંથી મુક્તિ અપાવવા કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે. આ યોજનાના માધ્યમથી હવે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો તેમ પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. જિલ્લાના છ તાલુકાને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.આ તકે લીંબડી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.જી. દેસાઈએ પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામોની વિગતો આપી હતી. આ પ્રસંગે રાજ્ય સભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પ્રાંત અધિકારી એચ.એમ સોલંકી, ચુડા મામલતદાર, અગ્રણીઓ સર્વશ્રી રાજભા ઝાલા, ધીરુભાઈ સિંધવ અને અલ્પેશભાઈ શેખ તેમજ કોરડા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે હિન્દુ સંગઠનની યોજાઈ મિટિંગ

editor

બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો

editor

ભાયાવદર શહેરમાં ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા

editor

Leave a Comment

UA-96247877-1