Aapnu Gujarat
Uncategorized

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે હિન્દુ સંગઠનની યોજાઈ મિટિંગ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે હિન્દુ સંગઠન દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં પૂર્વ આરોગ્ય મંત્રી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા બનાસ બેન્કના ચેરમેન અણદાભાઈ ચોધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશ જી ઠાકોર ભાજપના આગેવાન કાના ભાઈ આહીર સરપંચ ધોરકડા પ્રકાશભાઈ દક્ષિણ જીવણભાઈ આહીર આર.એસ.એસ હર્ષદભાઈ ઠક્કર હિન્દુ સંગઠન અને અન્ય હિંદુ સંગઠનો અને રાધનપુર વિધાનસભા માંથી હિન્દુ સંગઠન સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર તાલુકાના શેરગઢ ગામે બનેલી ઘટનાને લઇને પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ને આવેદનપત્ર આપ્યું હતું વિધર્મી યુવક દ્વારા રાધનપુર તાલુકાના શેરગઢ ગામ ની હિન્દુ દીકરી ઉપર હિચકારા હુમલા ને લઈને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું

સાથે સાથે વિધર્મી યુવક અને કડકમાં કડક સજા થાય તેવી માગણી સાથે આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી રાધનપુર ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સમગ્ર પાટણ જિલ્લાની પોલીસ રાધનપુર રાધનપુર ખાતે ખડકી દેવામાં આવી હતી 5000થી વધારે માણસો આદર્શ હાઇસ્કુલ ખાતે એકઠા થયા હતા પીડીતા દીકરાને ન્યાય મળે તેવી માગણી કરી હતી.એસપી અક્ષયરાજ મકવાણાએ રાધનપુરમાં પ્રેસ કરી મીડિયાને માહિત પાટણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ઘટનામાં નવો વળાંક આવ્યો છે

યુવતી અને યુવક લાંબા સમય થી પરિચિત હતા,ઘટનામાં પૈસાની લેતી દેતીની બાબત પણ સામે આવે છે એક તરફી પ્રેમમાં હુમલો થયો હોવાની વાતમાં મોટો થયો ધટસ્ફોટ થયો છે. યુવતી અને યુવક લાંબા સમય થી પરિચિત હતા અને ટેલિફોનિક વાત પણ થતી હતી હાલ નમ્બર ની તપાસ કરી રહ્યા છે. યુવકે યુવતી પર હુમલો કર્યો તે વાત સાચી છે તેથી આ બાબતે કડક તપાસ અને યુવક પર કાયદેસરની કાર્યવાહી થશે

Related posts

ભાવનગરમાં ધાબળા વિતરણ કરાયા

editor

RBI ने दिया झटका, ब्याज दरों में नहीं की कटौती

aapnugujarat

ढंग से चुनाव लड़े या नाम वापस ले : इंद्रनील : विजय रूपाणी को दी चुनौती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1