Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં ધાબળા વિતરણ કરાયા

ભાવનગરમાં શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ મંડળો, ગ્રુપો, સંસ્થાઓ દ્વારા માનવ ધર્મ એ જ પરમ ધર્મની જેમ સેવાઓ કરી રહ્યા છે. દરેક લોકોને વસ્ત્રો, બ્લેનકેટ, ચંપલ, સ્વેટર અને ભોજન પહોંચાડી રહ્યાં છે ત્યારે જ કહેવાય છે કે, સૌરાષ્ટ્રની ભુમિ સંતોની ભુમિ છે. અહીંયા કોઈ ભુખ્યા પેટે સૂતા નથી ત્યારે દુબઈવાળા ભારતીબેન રમેશભાઈ વોરાના જન્મ દિવસ નિમિત્તે ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગરમ ધાબળા, ઉંધિયુ – પુરી, અડદિયા પાકનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરની લેપ્રેસી હોસ્પિટલ – ૧અને ૨માં ૩૫૦ ધાબળા, નવાબંદર ખાતે મીઠાના અગરિયાઓને ૨૦૦ ધાબળા, રેઈનબો ફાઉન્ડેશનમાં ૨૦૦ ધાબળા, પ્રજ્ઞાબેન બાલવાડીમાં ૧૭૦ ધાબળા મીનાબેન પ્રવિણભાઈ અને તેમના પરિવાર વતી આપવામાં આવ્યાં છે. છેલ્લાં ઘણાં સમયથી ભાવનગરમાં અનેક સંસ્થાઓ દ્વારા, પરિવારો દ્વારા ગરીબ લોકોને વસ્તુઓ પૂરી પાડી માનવ ધર્મ એ જ કલ્યાણનું સૂત્ર સાર્થક કરી રહ્યાં છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

टेस्ट क्रिकेट सर्वोपरी : गेल

editor

કીડીવાવ ખાતે પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

aapnugujarat

ગીર સોમનાથમાં ત્રણ સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1