Aapnu Gujarat
Uncategorized

કીડીવાવ ખાતે પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

સરકાર દ્વારા કલા પ્રેમીઓની આંતરીક શક્તિઓને વાંચા આપવા તેમજ તેમની શક્તિઓને ખીલવવાનાં હેતુથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શ્રી વિનોબા વિદ્યામંદીર, સીમાર (કીડીવાવ) ખાતેથી પ્રદેશક ક્ષાનાં કલા મહાકુંભ-૨૦૧૮ નો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાનાં અધ્યક્ષસ્થાને પ્રારંભ કરાયો હતો. જેમાં પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ અને જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ સહભાગી થયા હતા. જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં ઓરગન, વાયોલીન, ભવાઇ અને કુચીપુડીની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી એમ ૧૨ જિલ્લામાંથી આવેલા ૧૧૦ કલા પ્રેમીઓએ તેમની આગવી કલા પ્રદર્શીત કરી ઉપસ્થિત સૈાને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લાકક્ષાએથી વિજેતા થઇને આવેલા આ સ્પર્ધકોમાં હવે પ્રદેશકક્ષાનાં કલા મહાકુંભમાં વિજેતા થશે તેઓ આગળ રાજ્યકક્ષાએ પોતાનું કૈાશલ્ય બતાવશે.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડે સ્પર્ધકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજવાનો ઉદેશ્ય સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને કલા, સાહિત્ય જાળવી રાખવાનો છે. સોમનાથ દાદાનાં સાનિધ્યે આપ સૈાને પોતાની કલા પ્રદર્શીત કરવાનું સૌભાગ્ય મળ્યું છે તેનું ગર્વ લઇ અને રાજ્યની સાથે-સાથે આ દેશનું પણ નામ રોશન કરવા તેઓશ્રીએ લાગણી વ્યક્ત કરી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, કલામાં કોઇ હાર કે જીત હોતી નથી. આપ સૈા વિજેતા છો અને કલાને ઉજાગર કરવા માટે સરકારે આપેલ આ મંચ દ્વારા આજની યંગ જનરેશનને પણ કલાનો અહેસાસ થશે અને તેઓને પણ પ્રોત્સાહન મળશે. કલા મહાકુંભ કાર્યક્રમનાં સ્પર્ધક જેઠવા પ્રિયાંશી(જામનગર), દિશા દોંગા(મોટી ખાવડી) અને કેવલ બુચ (ગીર-સોમનાથ)એ પોતાનીની કલા પ્રદર્શીત કરી જણાવ્યું હતું કે, અમને સોમનાથ દાદાનાં સાનિધ્યે શ્રાવણ માસનાં પવિત્ર અવસરે અમારી કૃતિ પ્રદર્શીત કરવાનો અવસર મળ્યો છે. જેનો અમને આનંદ છે, અને અમે પણ રાજ્યની સાથે-સાથે દેશનું નામ રોશન કરવા કોઇ કચાશ રાખશું નહી. ફીફટી ગૃપ જામનગરનાં મનીષાબેન ભટ્ટ, બેલાબેન ચૈાહાણ, દીશાબેન કુકળીયા અને હિનાબેન પટેલ કહયુ કે, અમે અમારી કૃતિ દ્વારા વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા સુત્રોને સાકાર કરવા સતત પ્રયત્ન કરતા રહીશું અને દેશની પ્રગતિમાં સહભાગી થશું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, સિમાર સર્વોદય એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ રામશીભાઇ ડોડીયા, ડાયાભાઇ જાલંધરા, રણમલભાઇ, દાનસીંગભાઇ, નાથાભાઇ, અરજણભાઇ, ગીર-સોમનાથ જિલ્લાનાં સીનીયર કોચ કાનજીભાઇ ભાલીયા, કન્વીનર અર્જૂન પરમાર, સ્પર્ધાનાં નિર્ણાયકશ્રીઓ સહીત મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૈાનું શાબ્દિક સ્વાગત રમત-ગમત અધિકારીશ્રી વિશાલ જોષીએ, કાર્યક્રમનું સંચાલન દિપકભાઇ નીમાવત અને આભારવિધિ સંજયભાઇ ડોડીયાએ કરી હતી.
(રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

President Mr. Ram Nath Kovind to visit Porbandar on Gandhi Jayanti

aapnugujarat

भेल को NTPC से 2,500 करोड़ रुपए के ठेके मिले

aapnugujarat

શંખેશ્વર તાલુકાના બિલીયા ગામના યુવકની મળી આવી લાશ

editor

Leave a Comment

UA-96247877-1