Aapnu Gujarat
બિઝનેસ

૭ કંપનીઓની મૂડી ૭૬૨૨૭ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની દસ ભારતીય કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૬૨૨૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચયુએલ અને મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. જ્યારે બાકીની સાત કંપની ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૨૦૬૮૫.૨ કરોડ રૂપિયા વધીને ૫૫૯૮૮૮.૨૦ કરોડ થઇ ગઇ છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ૧૩૭૮૩.૪૯ કરોડ વધીને ૭૯૫૬૫૪.૪૯ કરોડ થઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૧૩૧૨૫.૫૭ કરોડનો વધારો થયો છે. આવી જ રીતે આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૧૫૦૬.૨૯ કરોડ અને ૭૬૩૦.૮૯ કરોડનો વધારો થયો છે જેથી બંનેની માર્કેટ મૂડી પણ ઉલ્લેખનીયરીતે વધી છે. કોટક મહિન્દ્રા અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૨૩૩૫૨.૩૪ કરોડ ઘટીને ૭૮૬૪૭૦.૬૬ કરોડ થઇ ગઇ છે. મારુતિની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક પર અને આરઆઈએલ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ ૩૯૩ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો. સેંસેક્સમાં સપાટી શુક્રવારના દિવસે ૩૮૬૪૫ નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં શુક્રવારે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૧૬૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. ઓઇલથી ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૭૫ ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડવોરને લઇને આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

Related posts

माल्या से लोन रिकवरी की उम्मीद बहुत कमः एसबीआई

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

ફ્લિપકાર્ટને ખરીદવા માટેની એમેઝોન ઓફર કરે તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1