Aapnu Gujarat
બિઝનેસ

ફ્લિપકાર્ટને ખરીદવા માટેની એમેઝોન ઓફર કરે તેવી વકી

ભારતના અતિઝડપથી વધી રહેલા ઓનલાઈન કારોબારમાં પ્રભુત્વ જમાવવાના હેતુસર અમેરિકાની બે મહાકાય કંપનીઓ સતત પ્રયાસો કરી રહી છે. એમેઝોનડોટકોમ દ્વારા ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને ખરીદી લેવા માટે ઓફર કરવાની તૈયારીમાં છે. ફ્લિપકાર્ટની વોલમાર્ટ સાથે જોડાણ માટેની વાતચીત ચાલી રહી છે. અમેરિકાની બે મહાકાય કંપનીઓ આ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ભારતીય હરીફ કંપની ફ્લિપકાર્ટના ભારતીય કારોબારને ખરીદી લેવા એમેઝોન દ્વારા વાતચીત શરૂ કરવામાં આવી ચુકી છે પરંતુ વોલમાર્ટ સાથે સમજૂતિની શક્યતા વધારે દેખાઈ રહી છે. આ ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા જાણકાર લોકોનું કહેવું છે કે, અમેઝોન સાથે સમજૂતિની શક્યતા ઓછી દેખાઈ રહી છે. કારણ કે, આવી કોઇપણ સમજૂતિ સર્વોપરિતા માટેની લડાઈ છેડી શકે છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન ભારતના ઇ-કોમર્સ માર્કેટ ઉપર વર્ચસ્વ ધરાવે છે. ચર્ચા ઉપર નજર રાખી રહેલા લોકોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે, ફ્લિપકાર્ટને ખરીદવા માટે એમેઝોને પ્રાથમિક તૈયારી કરી છે. જો કે, સંપર્ક કરવામાં આવતા એમેઝોને ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ તરફથી કોઇપણ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં આવી નથી. ફ્લિપકાર્ટના ૪૦ ટકા હિસ્સાને ખરીદવા વોલમાર્ટની વાતચીત ચાલી રહી છે. હજુ સુધીની સૌથી મોટી સમજૂતિ પૈકીની એક સમજૂતિ તરીકે આ સાબિત થઇ શકે છે. મોર્ગન સ્ટેઇન્લી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઇ-કોમર્સના ક્ષેત્રમાં આ મહાકાય સમજૂતિ થવાની શક્યતા દેખાઈ રહી છે. એમેઝોન ભારતમાં ૫ અબજ ડોલરનું રોકાણ કરવા ઇચ્છુક છે.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૧૩,૭૯૯ કરોડ ઘટી

aapnugujarat

રાજીવ કુમારે સુધારેલા જીડીપી ડેટા અંગે ચિદમ્બરમના પડકારને સ્વીકાર્યો

aapnugujarat

પબ્લિક સેક્ટર બેંકોની સંખ્યા ઘટી ૧૨ કરવામાં આવી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1