Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના નાદોદી ભાગોળમાં કેનાલમાં પડી જવાથી આધેડનું મોત

ડભોઇ નાદોદી ભાગોળ વિસ્તારમાં આવેલ રણછોડરાય મંદિર જવાના માર્ગ પર આવેલ નર્મદાની મિયાગામ બ્રાંચ કેનાલ નજીક કુવા પર રહી મજુરી કામ કરતા પરપ્રાંતિય મજુનું કેનાલમાં અકસ્માતે પડી ડુબી જવાથી મોત નિપજ્યુ હોય તેની લાશને પાણીની બહાર સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવી હતી. પોલીસને જાણ થતાં તુરંત જ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ડભોઇ નાદોદી ભાગોળ વિસ્તારમાં રણછોડરાય મંદિર તરફે જવાના માર્ગને ક્રોસ કરતી નર્મદાની મિયાગામ બ્રાંચ કેનાલના પાણીમાં ગેટ પાસે પર પ્રાંતિય શ્રમજીવી આધેડની લાશ જોવા મળતા સ્થાનિક લોકોએ બહાર કાઢી તેની ઓળખ કરતા કેનાલ નજીકમાં ભોપાભાઇ પટેલના કુવા પર રહેતા ઇડાભાઇ હાબડાભાઇ બાભણ (રાઠવા) રહે.ભોપાભાઇ પટેલના કુવા પર, ડભોઇ, મુળ. રહે. કુંડીજામલા જી.અલીરાજપુર (એમ.પી.)નો હોવાની ઓળખ છતી થઈ હતી. આજરોજ તેમની સાથે રહેતા તમામ મજુર કપાસનો ટેમ્પો ભરવા મજુરી કામે ગયેલ હોય બપોરમાં ઇડાભાઇ રાઠવાની કેનાલના પાણીમાં તરતી લાશ જોવા મળતા મજુરી કામે ગયેલા તેની સાથે રહેતા મજુરોને બનાવની જાણ થતા સ્થળ પર આવી જોત ઇડાભાઇ મરણ ગયેલ હોય જેની જાણ ડભોઇ પોલીસ ને થતા પોલીસે સ્થળ પર જઈ બનાવની જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

નંદાસણ ગામ માં જીવનજરૂરિયાતની વસ્તુઓનુ પેકેજ બનાવી ગરીબો શોષિત પીડીત લોકો ને વેહચવામાં આવ્યું

aapnugujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ રહેશે

aapnugujarat

SP અક્ષય રાજ મકવાણા ની બ.કાં.માં બદલી પાટણ એસપી તરીકે વિજય પટેલની નિમણૂક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1