Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદની સંભાવના છે. ૧૭ સપ્ટેમ્બરે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ૧૬થી ૧૮ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી, છોટા ઉદેપુર, દમણમાં ભારે વરસાદ વરસશે. ૧૬ સપ્ટેમ્બરે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.૧૭ સપ્ટેમ્બરે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે, ૧૮ સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ રહેશે. આ તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દરિયાઈ વિસ્તારમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ પડશે. ૨૦ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે

Related posts

જીએસટીનો અમલ દોઢ વર્ષ માટે મોકૂફ રાખોઃ શંકરસિંહ

aapnugujarat

અનુસૂચિત જાતિઓના યુવા સમુદાય માટે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં  આઠ વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરો યોજાશે

aapnugujarat

गुजरात के ७० विधायकों को आयकर विभाग का नोटिस

aapnugujarat
UA-96247877-1