Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મિત્રએ દુષ્કર્મ આચર્યું

નિકોલમાં રહેતી ૧૬ વર્ષની સગીરા સાથે શખ્સે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી. હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. શખ્સે સગીરા સાથેના અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચરી તેના મિત્ર સાથે હોટલમાં મોકલી આપી હતી. સગીરાએ ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે ધરપકડ કરી છે.
સગીરાનો આરોપ છે કે આરોપી ગૌરવ શર્માના મિત્ર આદર્શ રાજપૂતે પણ અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ બંને શખ્સોએ ભેગા મળીને સગીરાને બ્લેકમેલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચરીને રૂ. ૩ લાખ પડાવી લીધા હતા. સગીરા ગુમસુમ રહેતા માતા-પિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે નિકોલ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોધી ને એક આરોપી ગૌરવ શર્માની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નિકોલમાં ૧૬ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે અને ઘોરણ-૧૧માં અભ્યાસ કરે છે. ગત મે મહિનામાં ગૌરવ શર્મા નામના શખ્સે સગીરાને ઇન્સ્ટાગ્રામ આઇડી પર રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ સગીરાએ રિકવેસ્ટ સ્વીકારી હતી. સગીરા અને ગૌરવ વચ્ચે મિત્રતા થઇ હતી અને એક દિવસ ગૌરવે સગીરાને મળવા માટે બોલાવતા બંને વાતચીત કરીને છૂટા પડ્યા હતા.
જે બાદ ગત ૬ મે એ ગૌરવે સગીરાને મળવા બોલાવી બાદમાં બાઇક બેસાડી નિકોલમાં આવેલી હોટલમાં લઇ ગયો હતો. જ્યાં ગૌરવે બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ સગીરાએ તેની સાથે વાતચીત કરવાની ના પાડતા ગૌરવે અંગત પળોના વિડીયો વાઇરલ કરી દઈશ તેવી ધમકી આપી બ્લેકમેલ કરીને સગીરાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ.
એટલું જ નહિ ગૌરવે સગીરાને બ્લેકમેલ કરીને તેના મિત્ર આદર્શ સાથે હોટલમાં મોકલતા આદર્શે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ બંને શખ્સોએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો.
તેમજ બંને શખ્સો એ સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ને બ્લેકમેલ કરીને કુલ રૂ. ૩ લાખ પડાવી લીધા હતા.જેથી સગીરા ગુમસુમ રહેતા માતા-પિતા એ પૂછતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી.
આ અંગે નિકોલ પોલીસે બંને શખ્સો સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોધી ને એક આરોપી ગૌરવ શર્માની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

બાઇકચોરી ગુનાના આરોપીનું સાબરતી જેલમાં મોત

aapnugujarat

રસ્તા વચ્ચે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરાતા હાહાકાર

aapnugujarat

ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું કરાયુ આયોજન

aapnugujarat
UA-96247877-1