Aapnu Gujarat
ગુજરાત

અનામત મુદ્દે કોંગ્રેસે છેતરામણીનો પીટ્યો ઢોલ : નીતિન પટેલ

પાટીદારોને અનામત મુદ્દે કોંગ્રેસે પીટેલો ઢોલ તેના ચૂંટણી ઢંઢેરામાં જ ફુટી ગયો છે. તેમના ચૂંટણી ઢંઢેરામાં ઓબીસીની વાતો કરીને ઈબીસીના નામે આવાસ્તવિક વાયદો કરી આખા સમાજને છેતરવા અર્થહિન પ્રયાસ થયો છે. આ શબ્દોની રમત પણ સમજદાર સમાજ સમજી ગયો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું.

અનામત ફોર્મ્યુલાને નામે કોંગ્રેસે જે કહ્યુ તે શક્ય નથી. કોંગ્રેસના ઢંઢેરા અને તે અગાઉની ફોર્મ્યુલા તેમજ ભારતના સંવિધાન, સર્વોચ્ચ અદાલતના સિધ્ધાંતોની છણાવટ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, અનુચ્છેદ ૩૮(૨) જાતિ આધારિત અનામતને લાગુ પડતો જ નથી. પછી તેના હેઠળ પાટીદારોને અનામત આપવાની વાત જ કેવી રીતે થઈ શકે ? અનુચ્છેદ ૩૧(સી) હેઠળ કાયદો બન્યો હોય અને સંવિધાનના પરિશિષ્ટ ૯માં તેનો સમાવેશ કર્યો હોય તો પણ આવો કાયદો ન્યાયિક સમિક્ષાને આધિન છે.

આ વિષય માટે વર્ષ ૨૦૦૭માં સુપ્રિમ કોર્ટની ૯ જજોની બેંચનો ચુકાદો લેન્ડમાર્ક છે. આવી રીતે બનેલા કાયદાઓ એટલે કે અનામત અપાય તો પણ તે હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ દ્વારા રદ્દ થઈ શકે છે.

અત્યાર સુધીમાં જે રાજ્ય ૫૦ ટકા ઉપર રિર્ઝવેશન લઈ ગયુ ત્યાં આજ થયુ છે. રાજસ્થાનનો દાખલો આપણી નજર સામે છે. પાટીદાર સમાજ અને બિનઅનામત વર્ગ કોંગ્રેસની આ પ્રકારની વાહિયાત વાતોથી ગેરમાર્ગે દોરાશે નહી.

Related posts

વડોદરામાં વરસાદે બાળકનો ભોગ લીધો

aapnugujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિને ગુજરાતની મુલાકાતે આવી શકે છે

aapnugujarat

જનપ્રતિનિધિને આક્ષેપના આધારે દોષી ના ગણી શકાય : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1