Aapnu Gujarat
ગુજરાત

જનપ્રતિનિધિને આક્ષેપના આધારે દોષી ના ગણી શકાય : હાઇકોર્ટ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારીના અલગ અલગ ગામોમાં ૫૫ શૌચાલય બનાવવા માટે ૨૦૧૭માં સરપંચને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં નવસારીના ખાનપુર અને ચોરવાણી ગામમાં શૌચાલય બનાવવા બાબતે ખાનપુર ગામના સરપંચે કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગ કરી હતી. આ બાબતે કોન્ટ્રાક્ટરે એસીબીને જાણ કરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવીને લાંચ માંગનાર સરપંચને રંગે હાથ ઝડપી લીધાં હતાં. આ સરપંચે એસીબીને ચોરવાણી ગામના સરપંચનું નામ પણ જણાવતા એસીબીએ ચોરવાણી ગામના સરપંચનું નામ કેસમાં ઉમેરીને અટકાયત કરી હતી અને બંને સરપંચ વિરૂદ્ધ એફઆઇઆર પણ નોંધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.
ફરિયાદ થયા બાદ ચોરવાણી ગામના સરપંચ ઈશ્વરભાઈ ૧૨ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યાં હતાં. બંને સરપંચને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ઈશ્વરભાઈએ અપીલ કરી હતી કે આ ટ્રેપમાં હું હાજર ન હતો છતાં મને કેમ આરોપી માનવામાં આવે છે. તેમની આ અપીલ પણ નકારી દેવામાં આવી હતી. તેથી આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઈકોર્ટમાં તેમણે રજુઆત કરી હતી કે માત્ર આક્ષેપના આધારે મારી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે. આ કેસમાં મારો કોઈ જ રોલ નથી. આ બાબતે કોર્ટમાં સરપંચે પુરાવા પણ રજુ કર્યાં હતાં. કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, પબ્લિક સર્વિસમાં આક્ષેપ થાય એ સ્વાભાવિક છે. પરંતુ તેના આધારે કોઈને તેના પદ પરથી હટાવી ના શકાય. તેઓ સરપંચ છે ઈલેક્ટેડ પર્સન છે. આ બાબતે વધારે તપાસ થવી જાેઈએ. જેથી તેમને ફરી સરપંચ પદે નિયુક્ત કરો અને પુરાવા આધારે જરૂરી કાર્યવાહી કરવી પડે તો પણ કરો.
અરજદારના વકિલ નિશિત ગાંધીએ વાતચીતમાં જણાવ્યું કે ચોરવાણી ગામના સરપંચનું નામ ખાનપુર ગામના સરપંચે ટ્રેપ દરમિયાન લખાવ્યું હતું. જાેકે એસીબીની ટ્રેપ દરમિયાન તેઓ હાજર ન હતા. માત્ર આક્ષેપ ના આધારે તેઓની વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ અને તેઓ ૧૨ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતાં. જાેકે જામીન પર તેઓ બહાર આવ્યા હતાં. તેઓ પોલીસ કસ્ટડીમાં હતા તેથી તેઓ ને સસ્પેન્ડ કરાયા હતાં. સ્થાનિક તંત્ર આની વધું તપાસ કરે અને કોઈ પુરાવા મળે તો વધુ કાર્યવાહી પણ કરી શકે છે.

Related posts

वोटरफ्रन्ट रियल्टी में अदाणी ग्रुप को लाभ कराने पर पीआईएल

aapnugujarat

ખાંભા પંથકમાં ઘેટા-બકરામાં ભેદી રોગચાળો આવ્યો

aapnugujarat

घाटलोडिया में म्युनिसिपल  प्लोट बन गया डम्पिंग साइट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1