Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજયનું ગૌરવ : પૂર્વગ દેસાઇ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ભારત દેશમાં કાયદા ક્ષેત્રના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ અર્થે કુલ 22 જેટલી NLU – નેશનલ લો યુનિવર્સિટીઝ આવેલ છે. આ તમામ યુનિવર્સિટીઝ તેમજ નિરમા યુનિવર્સિટી-અમદાવાદ જેવી કેટલીક નામાંકિત સ્વતંત્ર યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે, પ્રત્યેક વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરે લેવાતી CLAT – કોમન લો એડમિશન ટેસ્ટ નામની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. વર્તમાન વર્ષે આ પરીક્ષામાં કુલ 70,277 વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જે અંગે દેશભરના 84 પરીક્ષા કેન્દ્રો પર તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાયાની કેળવણી ક્ષેત્રે કાર્યરત સુપ્રસિધ્ધ લોકભારતી-સણોસરા સંસ્થાના પૂર્વ-વિદ્યાર્થી અને ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદના નામાંકિત એડવોકેટ ડો. ડી.બી. દેસાઇના પુત્ર પૂર્વગ દેસાઇએ પોતાના અથાગ પરિશ્રમથી CLAT-2021 પાસ કરીને જવલંત સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થોરિયાળી ગામના મૂળ વતની અને અમદાવાદ સ્થાયી થયેલ પૂર્વગ દેસાઇએ ગુજરાત રાજય હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ-12-સાયન્સ (ઇંગ્લીશ મીડીયમ) પરીક્ષામાં 82 % તેમજ ગુજરાત સેકન્ડરી બોર્ડની ધોરણ-10 (ઇંગ્લીશ મીડીયમ)ની પરીક્ષામાં 90.33 % (99.38 પર્સન્ટાઇલ) સાથે પાસ કરેલ છે. રાષ્ટ્રમાં કાયદા ક્ષેત્રની આ અતિ પ્રતિષ્ઠિત પરીક્ષા એવી CLAT-2021 પ્રથમ પ્રયત્ને જ પાસ કરીને પૂર્વગ દેસાઇએ પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર ગુજરાત રાજયનું પણ ગૌરવ વધારેલ છે.

Related posts

शहर में पिछले एक महीने से रोड के सभी काम संपूर्ण ठप

aapnugujarat

खोरज में रावल समाज की १११ बेटियों की समूह शादी सम्पन्न

aapnugujarat

વાડજ વિસ્તારમાં આવેલા આવાસ યોજના મામલે ઉગ્ર વિરોધ સાથે હવે આવેદનપત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1