Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં વરસાદે બાળકનો ભોગ લીધો

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં પાણીના વહેણમાં ડૂબી જતાં બાળકનું મોત થયું છે. તમને જણાવી દઇએ કે, સુરત બાદ વડોદરામાં પણ વરસાદે એક બાળકનો ભોગ લીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વડાદોરાની એક શાળામાં ભારે વરસાદના પગલે બાળકોને શાળાના નિયત કરેલા સમય પહેલા જ છોડી દેવામાં આવ્યા હતાં.
દરમિયાન સંદીપ નામાનો બીજા ધોરણમાં અભ્યાસ કરતો બાળક પણ ઘરે જવા રવાના થયો હતો અને પાણીના વહેણમાં તણાઇ ગયો હતો. અને તેનું મૃત્યુ થયુ હતું. જોકે શાળા દ્વારા બાળકોને વહેલા છોડી દેવાના નિર્ણયની જાણ વાલીઓને કરવામાં આવી ન હતી. જેથી પરિવારે શાળા પ્રશાસન પર બેદકારીનો આક્ષેપ લગાવ્યો હતો અને બાળકના મોત બાદ ગ્રામજનોનો શાળા પર હોબાળો મચાવ્યો હતો.
દરમિયાન ગ્રામજનોએ પોલીસ અને શિક્ષકોનો ઘેરાવો પણ કર્યો હતો.ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં વરસાદમાં કુલ ૨૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૨૪ પશુઓના મોત થયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે એનડીઆરએફની વધુ ૫ ટીમ ગુજરાતમાં ખસેડવામાં આવી છે. જેને જરૂરીયાત અનુસાર વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે.

Related posts

હવે બનાસકાંઠાનું વિભાજન કરવા માટે ઉગ્ર માંગણી ઉઠી

aapnugujarat

ધાનાણી-હાર્દિકની મુલાકાત ફિક્સ મેચ છે : ભરત પંડ્યા

aapnugujarat

સાબરકાંઠા એલસીબીએ ભાગેડુ આરોપી ઝડપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1