Aapnu Gujarat
ગુજરાત

અનુસૂચિત જાતિઓના યુવા સમુદાય માટે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં  આઠ વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરો યોજાશે

જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા શિક્ષણ વિભાગના સહયોગથી અનુસૂચિત જાતિઓના ૧૫ થી ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ માટે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં આઠ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન શિબિરો યોજાશે. પ્રત્યેક શિબિરમાં ૪૫ને પ્રવેશ અપાશે અને ચાર દિવસની શિબિરમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનું માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્ય સરકાર શિબિરાર્થીઓના પ્રવાસ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરશે અને શિબિરના અંતે પ્રમાણપત્ર આપવામાં આવશે. આ શિબિરો પાદરા તાલુકાના મોભા રોડની વાકળ વિદ્યાલય, ભાદરવાની જી.આર.ભગત હાઇસ્કૂલ, ડેસરની એમ.કે.શાહ હાઇસ્કૂલ, શિનોરની જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ, કાયાવરોહણની લકુલીશ વિદ્યાલય, ગોરજની એમ.સી.પંચાલ હાઇસ્કૂલ, વેમારની શિવમ વિદ્યાલય અને બાજવાની વાકળ વિદ્યાલય ખાતે યોજાશે. જિલ્લા શિક્ષણાધિકારીએ વડોદરા જિલ્લાની શાળાઓના આચાર્યોને તેમની શાળા/સંસ્થા/કોલેજમાંથી ભાગ લેનારા યુવક-યુવતીઓના નામ, જન્મ તારીખ, ઉંમર અને સરનામાની યાદી તાલુકાના નામ સાથે તા.૧૫/૦૭/૨૦૧૭ સુધીમાં મોકલી આપવા જણાવ્યુ છે.

Related posts

અમદાવાદમાં પાટીદારો દ્વારા કેસ પાછા ખેંચવા અને અન્ય મુદ્દાઓ સાથે બેઠક યોજાઈ

aapnugujarat

નર્મદાના ફ્લોરાઈડ યુક્ત પાણીમાંથી મુક્તિ

editor

ચોટીલાનું પ્રસિદ્ધ શક્તિપીઠના દ્વાર ભક્તો માટે ખુલશે

editor

Leave a Comment

UA-96247877-1