Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે તમંચા સાથે શખ્સને ઝડપ્યો

વડોદરા જિલ્લા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યની એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે ડભોઈ નજીકના કાયાવરોહણ ગામ પાસેથી એક શખ્સ દેશી તમંચો પોતાની સાથે લઈ પસાર થવાનો છે. બાતમી મળતા એસ.ઓ.જી.ની ટીમ દ્વારા સ્થળ સ્થિતિ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી તે દરમિયાન ડભોઇ નજીકના કાયાવરોહણ ગામની સીમ પાસે લીંગસ્થળી ચોકડી નજીકથી એક શક્સ તમંચો લઇને પસાર થતો હતો તે દરમિયાન એસ.ઓ.જી.ની ટીમ દ્વારા આ શખ્સને પકડી પાડી તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. શખ્સનું નામઠામ પુછતા જાણવા મળ્યું કે તેનું નામમુકેશ મહેશભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૫,રહે. કંબોલા, મહાદેવ મંદિરની પાછળ તા.કરજણ, જી.વડોદરાનો રહેવાસી છે. તમંચાની કિંમત અંગે ૫૦૦૦ હોવાનું જાણવા મળ્યું હતું . આરોપીને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કલમ ૨૫(૧બી) મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


(વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

અમદાવાદીઓને આજથી રાસ્કાનું પાણી મળશે

aapnugujarat

रथयात्रा में महत्वपुर्ण भूमिका निभाएंगे अहमदाबाद होमगार्ड

aapnugujarat

હિંમતનગર ડીએસપી કચેરીનો મુખ્ય ગેટ આકર્ષણનું કેન્દ્ર

editor

Leave a Comment

UA-96247877-1