Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથમાં ત્રણ સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ

ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોની ખુશી હાલ છીનવાઈ ગઈ છે. એક સમયે જેના પર ગીરનાં ખેડૂતો ગર્વ કરી રહ્યાં હતાં તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ઉના, કોડીનાર અને તાલાલા ત્રણેય સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે.
સૌ પહેલા ઉના સુગર મીલ બંધ થઈ હતી. તેને બંધ થયાને એક દાયકો વીતી ગયો છે. ત્યારબાદ તાલાલા સુગર મીલ છેલ્લા પાંચ વર્ષથી બંધ છે. હવે ગીરના ખેડૂતોની આખરી આશા સમાન કોડીનાર સુગર મીલે પણ દમ તોડી દીધો છે!
છેલ્લા ૨ વર્ષથી કોડીનારની સુગર મીલને પણ તાળા લાગી ગયા છે. કોડીનારની સુગર મીલ પર અંદાજે રૂ ૭૦ કરોડનું કરજ છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ સુગર મીલોને ૫૩ હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે, આ ગ્રાન્ટ ગીરની એક પણ સુગર મીલને નહીં મળે. કારણ કે કેન્દ્રની ગ્રાન્ટ ફક્ત કાર્યરત હોય એવી મીલોને જ મળે છે. એટલે કે ગીરના ખેડૂતોની આખરી આશા પર પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોનો આરોપ છે કે, મેનેજમેન્ટની અણઆવડત તેમજ ભ્રષ્ટાચારનાં કારણે સુગર મીલો બંધ થઈ છે.
ગીર-સોમનાથની ઉના તાલાલા બાદ કોડીનાર ખાંડ ફેકટરી બંધ થતાં અનેક લોકોની રોજીરોટી છીનવાઈ છે. કોડીનાર ખાંડ ફેકટરીના ૧૨ હજાર ખેડૂતો સભાસદ છે. ૧,૦૨૦ કર્મચારી અને ૬ હજાર મજૂર સહિત હજારો ખેડૂતો આ સુગરમિલ બંધ થતાં રાતાપાણીએ રડી રહ્યા છે. ખેડૂતો અને સુગર મીલ સંચાલકો સરકાર સામે મીટ માંડી બેઠા છે. ખેડૂતો કહે છે કે, ’ગીર સોમનાથની ત્રણેય સુગર મીલો ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે બંધ થઈ છે. કોડીનારની સુગર મીલ દર વર્ષ ૫ લાખ ટન શેરડીનું પીલાણ કરતી હતી. તાલાળા અને ઉનાની સુગર મીલ બંધ થયા બાદ આ બે તાલુકાની શેરડીનું પીલાણ પણ કોડીનારની સુગર મીલમાં થતું હતું.

Related posts

દક્ષિણ, સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ

aapnugujarat

અમદાવાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

editor

ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1