Aapnu Gujarat
Uncategorized

દક્ષિણ, સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવતરીતે જારી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જેથી જનજીવન ઉપર અસર થઇ છે. રાજ્યમાં વરસાદ સંબંધિત બનાવોમાં મોતનો આંકડો વધીને ૨૨ ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં ગીરનાર પર્વત ઉપર ૧૭ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૨ તાલુકાઓમાં વરસાદ થયો છે. વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના વધઇ તાલુકામાં ૮ ઇંચથી વધુ વરસાદ થયો છે. ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. આવી જ રીતે નવસારી જિલ્લાના ગણદેવીમાં, ચિખલી, અમરેલીના વડિયામાં સાત ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. માળિયામાં સાત ઇંચ, સુત્રપાડામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢના ભેંસાણમાં છ ઇંચ, જલાલપોરમાં છ ઇંચ, ખેરગામમાં છ ઇંચ, નવસારીમાં છ ઇંચ, ધરમપુરમાં છ ઇંચ, ડોલવણમાં છ ઇંચ વરસાદ થયો છે. મેઘરાજાએ આજે સતત પાંચમા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સાર્વત્રિક વરસાદ વરસાવતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડાંગ જિલ્લાના વઘઇ અને ગીર-સોમનાથના કોડિનારમાં આઠ ઇંચથી વધુ વરસાદ, નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને અમરેલીના વડિયા તાલુકામાં સાત ઇંચથી વરસાદ ખાબકતાં આ પંથકોમાં અને આસપાસના ગામો-વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હતા. વેરાવળ, જૂનાગઢ, સૂત્રાપાડા સહિતના પંથકોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની અતિવૃષ્ટિના કારણે નવસારી-બિલીમોરા, વેરાવળ, ગીર-સોમનાથ સહિતની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. સુરત, વેરાવળ, રાજકોટ સહિતના પંથકોમાંથી સેંકડો લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. રાજયમાં આજે ૮૨થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. રાજયના ૮૨થી વધુ તાલુકાઓમાં જે નોંધપાત્ર વરસાદ નોંધાયો તેમાં માળિયામાં સાત ઇંચ, વિસાવદમાં ચાર, વેરાવળમાં ચાર, સૂત્રાપાડામાં સાત, કોડિનારમાં આઠ ઇંચ, જામકંડોરણામાં પાંચ ઇઁચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયના આ ૮૨ તાલુકાઓમાં બે ઇઁચથી લઇ આઠથી નવ ઇંચ સુધીનો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ પંથકમાં અતિ ભારે વરસાદના કારણે વેરાવળ-તાલાલા હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાતા ઇન્દ્રા ગામ બેટમાં ફેરવાયું હતુ, તો વોકળા ગામે એક ભેંસ તણાઇ ગઇ હતી. જયારે સુલ્તાનપુર ગામ બેટમાં ફેરવાતાં સંપર્કવિહોણું બન્યું હતું. ગીર-સોમનાથનો દ્રોણેશ્વર ચેકડેમ ભારે વરસાદને લઇ છલકાયો હતો તો, સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતાં સુપ્રસિધ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું. રાજકોટમાં પણ જેતપુર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેતપુરની ભાદર નદીમાં નવા નીર આવ્યા હતા. જૂનાગઢના માળિયા-હાટીના ખાતે ભારે વરસાદને લઇ સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઇ સુરતમાં પર્વતગામ પાણીમાં ગરકાવ બનતાં ૫૫થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. અહીંના રહેણાંક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. તો, વલસાડ-બિલિમોરાને જોડતો કોસ્ટલ હાઇવે પાણીમાં ગરકાવ બનતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો.
બિલિમોરા રોડ પરના માલવણ ગામ બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર પ્રતિકુળ અસર થયેલી છે. ઘણા વિસ્તારો હજુ પણ સંપર્ક વિહોણા થયેલા છે જે વિસ્તારમાં ભારે વરસાદ થયો છે ત્યાં એનડીઆરએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

Related posts

નોટબંધી છતાં પણ ભ્રષ્ટાચાર છે : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

aapnugujarat

उ. कोरिया आर्थिक विकास पर कर रहा है ध्यान केंद्रित : चिनफिंग

aapnugujarat

વેરાવળના ડારી ગામમાં 5 સિંહોનો આંતક : 70 ઘેંટા-બકરાનું મારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1