Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં સર્વે અને માપણીની કામગીરી

સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, રતનપર, અને જોરાવનગર શહેરમાં આવતા સીટી સર્વે તેમજ રેવન્યુ સર્વે અને ગામતળની જમીનો પર ખડકાયેલ ઈમારતોનો અધતન સાધનો સાથે સર્વે કરી તેની માપણી કરવામાં આવશે અને ત્યારબાદ માપણી પુરી થયા બાદ નોર્મલ સર્વે કરી તેની સાથે સુપર ઈમ્પોઝ કરવામાં આવશે તેવી માહિતી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ સંપત સાહેબે જણાવ્યુ હતું તેમજ કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના હેઠળ આ કાર્યવાહી ચાલી રહી છે જેમાં ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ હેઠળ આવતા વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરના વિસ્તારોમાં ફોટોગામેટી થકી આધુનિક માપણી કરવામાં આવી રહી છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ નોર્મલ માપણી સુપર ઈમ્પોઝ કરાશે

આ આધુનિક સર્વે માપણી માટે શહેરના ખમીસાણા રોડ પર હેલિપેડ ખાતે હેલીકોપ્ટર મુકવામાં આવ્યું છે અને દિલ્હીની કંપનીના માણસો ફોરેનર 4 થી 5 વ્યકિતઓ સાથે કામગીરી હાથ ધરી હતી જેમાં હેલીકોપ્ટર સાથે 50 મીટરના વર્તુળમાં ફેલાઈલ રીંગ દ્વારા અને જનરેટર સહિત આધુનિક સાધનો કેમેરા, લેપટોપ અને મશીનરી લગાવેલ રીંગ સાથે બાંધી હેલીકોપ્ટર નીચે બાંધી ઉંચે ઉડાડી ડીજીટલ સર્વે જેને ફોટોગામેટી કહેવામાં આવે છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એનજેઆરવાય સકાય ટાઈમ અને હિમાલયન હેલી કંપનીને આ અંગેનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જ્યારે શહેરમાં વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો હેલીકોપ્ટર દ્વારા સર્વે હાથ ધરાતા અને અચાનક આકાશમાં હેલીકોપ્ટર મસમોટી રીંગ સાથે ઉડતા શહેરીજનોમાં આકર્ષણના કેન્દ્ર સાથે અનેક તર્ક વિતર્ક સર્જાયા.

Related posts

ગીર-સોમનાથમાં કોંગ્રેસનાં સસ્પેન્ડ ધારાસભ્યોના સમર્થકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સસ્પેશન પાછું ખેંચવા કરી રજૂઆત

aapnugujarat

शानदार कार्य हैदराबाद पुलिस, हम आपको सलाम करते हैं : नेहवाल

aapnugujarat

મોરબી આવતી ડેમુ ટ્રેનની અચાનક બ્રેક ફેઇલ, ડ્રાઇવરે મહામુસીબતે થોભાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1