Aapnu Gujarat
Uncategorized

મોરબી આવતી ડેમુ ટ્રેનની અચાનક બ્રેક ફેઇલ, ડ્રાઇવરે મહામુસીબતે થોભાવી

વાંકાનેરથી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેનની આજે સવારે બ્રેક ફેઈલ થઇ ગઈ હતી. જેના કારણે ટ્રેન સ્ટોપ પર ઉભા રહેવાને બદલે ફૂલ સ્પીડે દોડવા માંડી હતી. આ અંગેની રેલવે વિભાગને જાણ થતા મોટી જાનહાની રોકવા માળિયા સુધીની ફાટક બંધ કરી હતી. ડ્રાઇવરે મહામુસીબતે ટ્રેનને થોભાવતા મોટી દુર્ઘટના થતી અટકી હતી.
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ટ્રેનમાં અવરનવાર એન્જિનમાં ખામીના કારણે ટ્રીપ રદ થવાના બનાવ બન્યા છે. જો કે આજે બનેલ એક ઘટનાએ ટ્રેનમાં સવાર મુસાફરો ઉપરાંત રેલવે તંત્રના પણ જીવ અધ્ધર કરી દીધા હતા. મળતી વિગત મુજબ રાબેતા મુજબ વાંકાનેરથી મોરબી તરફ આવવા નીકળી હતી. ઢુવા સ્ટેશન પર પહોચ્યા બાદ રાબેતા મુજબ ટ્રેન સ્ટેશન ન થોભતા મુસાફરોમાં ભારે અચરજ થયું હતું. જો કે બાદમાં ટ્રેનની બ્રેક ફેઈલ થયાની જાણ થતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોટી જાનહાની રોકવા મકનસરથી ચેક માળિયા સુધીના તમામ ફાટક ઈમર્જન્સીમાં બંધ કરાવ્યા હતા. લાંબી જહેમત બાદ ડ્રાઈવરને મકનસર રેલવે સ્ટેશનથી થોડે દૂર ટ્રેન થોભાવવામાં સફળતા મળી હતી. ટ્રેન થોભી જતા તેમાં સવાર લોકોનો જીવ બચી જતા રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

जामनगर को १० मिलियन लीटर अधिक पानी मिलेगा

aapnugujarat

वीनू अमीपरा विधिवत रूप से भाजपा में शामिल हो गए

aapnugujarat

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1