Aapnu Gujarat
Uncategorized

યુવકની દિન દહાડે કરવામાં આવી હતી હત્યા,શહેર આખું સજ્જડ બંધ

તાજેતરમાં પ્રજાસત્તાક પર્વના દિવસે સાંજના સંમયે ધંધુકાના મોઢવાળા વિસ્તારમાં બે થી ત્રણ અજાણીયા શખ્સો દ્રારા યુવક કીશન બોરીયા ભરવાડ પર ફાઇરીગ કરી હત્યા નિપજાવવામાં આવી હતી જેનો સમસ્ત માલધારી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્રારા વિરોધ કરવામાં આવી રહયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને જેનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.વધુ મળતી માહિતી અનુસાર ધંધુકા ખાતે રહેતા યુવક કિશન ભરવાડની થોડા દિવસ અગાઉ દિન દહાડે ફાઇરીગ કરી હત્યા નિપજાવવામાં આવી હતી આ બનાવના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે પરંતુ યુવકની હત્યાથી સમગ્ર રાજયમાં ઠેરઠેર માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્રારા વખોડી કાઢી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહયો છે

ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ રતનપર સહિત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને વેપારીઓ સહિત દુકાનદારોને બંધ રાખવા સોશિયલ મીડીયામાં મેસેજ દ્રારા અપીલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સવારથી વઢવાણ શહેરની બજારો સંપુર્ણ રાબેતા મુજબ ખુલ્લી રહી હતી. જયારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગરની બજારો બંધ હતી પરંતુ ઇન્ચાર્જ ડી.એસ.પી. એચ.પી.દોશી સહિતના સ્ટાફે બજારમાં પેટ્રોલીંગ હાથ ધરી વેપારીઓને દુકાનદારોને ધંધો રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી જેના ભાગરૂપે અંદાજે એક કલાક બાદ બજારો રાબેતા મુજબ  ખુલી જોવા મળી હતી

જોકે તેમ છતા અમુક વેપારીઓ દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ રાખતા એકનદરે બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે જીલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહયા હતા અને હત્યાના આરોપીઓને જાહેરમાં ફાસી સહિતની માંગ કરી હતી

Related posts

સૌરાષ્‍ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાના તબકકા-ર અને લીંક-૧નો શુભારંભ કરાવતાં કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયા

aapnugujarat

ઉપલેટાના ખેડૂતોએ મામલતદારને સોંપ્યું આવેદનપત્ર

editor

દીવ, દમણ અને ગોવાના મુક્તિ દિનની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1