Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્‍ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાના તબકકા-ર અને લીંક-૧નો શુભારંભ કરાવતાં કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયા

નર્મદા અવતરણ સિંચાઇ યોજના(સૌની યોજનાં) અંર્તગત સૌરાષ્‍ટ્રનાં ડેમ નર્મદા નીરથી ભરવા માટેના તબકકા-૨ અને લીંક-૧ તેમજ પ્રોજેકટ-૪ નો શુભારંભ સમારોહ ઉંડ-૧ ની ડેમ સાઇટ પર આજ રોજ માનનીય કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયા તેમજ ઉપસ્‍થિત મહાનુભાઓના હસ્‍તે દિપ પ્રાગટય અને તકતી અનાવરણ દવારા કરવામાં આવેલ હતો.

કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્‍યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદી અને રાજય સરકારની દ્રઢ ઈચ્‍છાશકિતના પરીણામે ગુજરાતનાં ગામે ગામમાં  નર્મદાનું પાણી પંહોચાડી શકાયું છે. આની પાછળ જે કોઇ ઈજનેરો અધિકારીઓ , પદાધિકારીઓ કર્મચારી ભાઈઓ-બહેનો કાર્યકુશળતા દેખાડી છે, તોઓને મારા અભિનંદન છે. તેમણે આ પાણીનો ખોટો બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત માતાજીની સ્‍તુતીથી થયેલ તેમજ મહેમાનોનું પુષ્‍પ્‍ગુચ્‍છ તથા શાબ્‍દીક સ્‍વાગત કરી યોજનાની માહીતી મુખ્‍ય ઈજનેરશ્રી રાવલે આપેલ હતી.

ધારાસભ્‍યશ્રી મેધજીભાઇ ચાવડાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્‍યુ કે, નર્મદા નદીના દરીયામાં વહી જતા વધારાના પાણીને રોકીને અહિં સુધી આ માધ્‍યમથી પાણી પંહોચાડવામાં આવતાં પાણીની સમસ્‍યા દુર થશે અને આ નર્મદાનાં નીર આ ધરતી ને લીલીછમ બનાવી દેશે.

પૂર્વ ધારાસભ્‍યશ્રી રાધવજીભાઇ પટેલે પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્‍યુ કે, ભુતકાળમાં પાણી માટે ગામડાનાં માણસો હેરાન થતા હતા. આ સરકાર દ્વારા ગામે ગામ નર્મદાનૂ ચોખ્‍ખુ પાણી પંહોચતુ કરવામાં આવ્યું છે અને નર્મદાનાં પાણીએ ગામડાની ખેતી બચાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૨૬૩ કિ.મી. લંબાઈમાં ૬ ફૂટ થી ૧૦ ફુટનાં વ્‍યાસની માઇલ્‍ડ સ્‍ટીલનાં પાઇપની ચાર જુદી જુદી લીંક વડે શાકાર થનાર આ યોજનાનો કુઇ ખર્ચ રૂા.૧૬૬૩૮ કરોડ થશે. આ બીજા તબકકાનાં કામથી સૌરાષ્‍ટ્રનાં ૧૦ જીલ્‍લાનાં ૬૦ જળાસયોથી ૩,૯૪,૦૦૦ એકર વિસ્‍તારમાં તેમજ ધરગથ્‍થુ વપરાશ માટે ૮૦ લાખની વસ્‍તીને પાણી ઉપલબ્‍ધ થશે. લીંક -૧ પેકેજ-૪ .ઉંડ-૧ થી પીપરટોડા પંમ્‍પીંગ સ્‍ટેશન થી કંકાવટી, હડીયાણા બંધારા, ખીરી ટી.આર. રૂપારેલ, સપડા, વિજરખી, રણજીતસાગર, વાગડીયા, રંગમતી., એમ કુલ નવ જળાસયોને પણી આવવાથી લાભ થશે. જામનગર જિલ્‍લાનાં ૧૬૫૪૩ એકર વિસ્‍તારમાં નર્મદાનૂં પાણી આવતા લાભ થશે.

આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, ખેડૂત મીત્રો તેમજ સિંચાઇ વિભાગનાં અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારી ભાઇઓ –બહેનો ઉપસ્‍થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

Related posts

બુટભવાની મંદિર ખુલતા ભક્તોની ભીડ

editor

लोजपा की हार के बाद बोले चिराग – नीतीश को समर्थन नहीं, लेकिन केंद्र में पीएम मोदी के साथ

editor

પ્રાથમિક સુવિધાનાં મામલે સુરેન્દ્રનગર બંધને મજબૂત પ્રતિસાદ : કલેક્ટરને આવેદનપત્ર અપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1