Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના દૂધરેજ કેનાલ પર પસાર થતા પુલ પર મસ મોટુ ગાબડું ,ભયના ઓથાર હેઠળ વાહનચાલકો પસાર થવા માટે બન્યા મજબૂર

સુરેન્દ્રનગર શહેર માંથી કચ્છ, ધ્રાંગધ્રા, પાટડી સહિતના પથંક પર જવા એક માત્ર પુલ હોવાથી ભયના ઓથાર વચ્ચે વાહનચાલકો પસાર થવા મજબૂર બન્યા છે  20 વર્ષ પહેલા બનેલો પુલ હાલ જર્જરિત હાલતમાં છે સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઈ રહેલા પુલ ઉપર છ ફૂટનું ગાબડું પડી ગયુ હતું. જેને લઈને ભયના ઓથાર વચ્ચે વાહનચાલકોને પસાર થવા માટે મજબૂર થયા છે]

.કચ્છ, ધાંગધ્રા અને પાટડી ગામ તરફ જવા માટે એક માત્ર આ પુલ આવેલો છે. તેના ઉપર મસ મોટુ ગાબડું પડી જતા વાહનોની લાંબી કતારો લાગી હતી. તેમજ સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ દ્વારા ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યુ છે અને આ કેનાલ ઉપર 20 વર્ષ પહેલા આ પુલ બનાવવામાં આવ્યો હતો.જે જર્જરિત બની ચુક્યો છે ત્યારે આ બ્રિજ ઉપર મસ મોટુ ગાબડુ પડતા તેની નીચે 30 ફુટની કેનાલ પાણીથી છલોછલ ભરેલી છે જો ગાબડું વધારે પડતું જશે તો અનેક લોકોના જીવ હોમાઈ જાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલ બંધ કરાવી આ બ્રિજનું નવીનીકરણ  હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

તેમજ આ બ્રિજ ઉપર અચાનક છ ફૂટનું ગાબડું પડી જતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક સર્જાવા પામ્યો હતો જેના પગલે તાત્કાલિક સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ ચંદ્રિકાબેન એરવાડીયા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો.

Related posts

સુરેન્દ્રનગરના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણનો થયો પ્રારંભ

editor

वर्ल्ड रेसलिंग चैंपियनशिप विनेश फोगाट ने जीता ब्रॉन्ज

aapnugujarat

ભારત સરકારના ટુરિઝ્મ મંત્રાલય તરફથી યાત્રાધામોમાં સ્વચ્છતા જાગ્રુતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1