Aapnu Gujarat
Uncategorized

ભિલોડામાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં હાથ ધરાઈ

ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યા હલ કરવા સંદર્ભે અરવલ્લી જીલ્લા મથક ખાતે સંકલન સમિતિની બેઠક દરમિયાન ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકનો પ્રશ્ન ચર્ચાતા લારી અને ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો જે.સી.બી મારફતે હટાવાયા હતા

ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં ઈડર-ભિલોડા-શામળાજી ધોરીમાર્ગની આજુ-બાજુમાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસરના લારી – ગલ્લાના ગેરકાયદેસરના દબાણો હટાવવનીકામગીરી મામલતદાર,પી.એસ.આઈ,ટી.ડી.ઓ,આર એન્ડ બી સ્ટેટ , સીટી સર્વેયર ઓફીસના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા હતા.રાહદારીઓ અને વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધી,સામાજિક કાર્યકરો ભરત ત્રિવેદી,જીતુ બરંડા,દિલીપ પરમાર,જશુભાઈ પંડયા સહિત વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.લારી અને ગલ્લાવાળા નાના વેપારીઓ માટે ભિલોડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા વૈકલ્પિક રીતે કાયમી ધોરણે જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ તેવો સુર વ્યક્ત કર્યો રહ્યો હતો.

ભિલોડામાં હાર્દસમા રહેણાંક વિસ્તારોમાં ઠેર-ઠેર કાયદાની ઐસી કી તૈસી કરીને દબાણકારોએ ગેરકાયદેસર રીતે પાકાં અને કાચાં બાંધકામ અને દબાણો બેરોકટોક રીતે કર્યા છે.દબાણોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી રીતે આડેધડ બાંધકામ જોવા મળી રહ્યા છે.રસ્તા પૈકીના દબાણો,કોમન પ્લોટના દબાણો,ખુલ્લા ભોગવટાની જગ્યામાં દબાણો બિલાડીના ટોપની જેમ ફુલી ફાલી રહ્યા છે. તેમજ ઘણી જગ્યાએ નેતાઓની ભલામણ તેમજ જવાબદાર અધિકારીઓની મિલીભગત હોવાની લોકો એ પોતાની વ્યથા વ્યક્ત કરી અમુક દુકાનો આગળ કરેલ ચણતર ના તોડીને દબાણની કામગીરી પર લોકો નો ગુસ્સો પણ જોવા મળ્યો નિયમો બધા માટે સરખા હોવા જોઈએ પણ ભિલોડામાં થઈ રહેલી કામગીરી શંકા ઉપજાવે તેવી હોવાનું દેખાયું. વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ન્યાયિક રીતે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવો સુર જાગૃત ગ્રામજનો વ્યક્ત કર્યો હતો.

Related posts

વિકાસના વાવાઝોડાથી કોંગ્રેસ હલબલી : રૂપાણી

aapnugujarat

૨૫મીએ રાહુલ દ્વારકાધીશના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

aapnugujarat

“સત્ય “ની હંમેશા જીત થાય છે તે દાખલો આજે પુરવાર સાબિત થયો

editor

Leave a Comment

UA-96247877-1