Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ શહેરમાં પ્રથમ લોકડાઉન જેવી સ્થિતિ

અમદાવાદ સહિત ગુજરાતના ૨૯ શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી વર્ગ લોકડાઉનના નિયમોનું પાલન તો કરી રહ્યા છે પરંતુ તેમને ચિંતા છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધંધામાં થયેલા નુકસાનની રિકવરી થવામાં વાર લાગશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના જણાવે છે કે, પ્રથમ લૉકડાઉન પછી લોકોની માંગને કારણે ઠપ્પ થયેલા વેપારને ઉભા કરવામાં ઘણી મદદ મળી હતી. પરંતુ આ વર્ષે કદાચ વેપારીઓએ વધારે નુકસાન ઉઠાવવું પડે. અત્યારે લોકોમાં ભયનો માહોલ છે, કારણકે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ જરૂરી વસ્તુઓની તંગી પણ વર્તાઈ રહી છે. આ સિવાય વેપારીઓ ઈચ્છે છે કે સરકાર તરફથી ખુલાસો કરવામાં આવે કે જથ્થાબંધના વેપારીઓ જેમનું કામ પોતાની દુકાનથી થતું હોય છે, તે પોતાની દુકાન ચાલુ રાખી શકે છે કે નહીં. જયેન્દ્ર આગળ જણાવે છે કે, અમને સરકાર પાસેથી આશા છે કે તે ઓનલાઈન માર્કેટ સાથેની હરિફાઈનો સામનો કરી શકાય તેવા કોઈ પગલા પણ લે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓની જ ડિલિવરી કરવાની મંજૂરી હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જ્યારથી રાત્રિ કર્ફ્‌યુનો સમય ૮ વાગ્યાનો કરવામાં આવ્યો છે, રેસ્ટોરાં માલિકોએ સૌથી વધારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. અને હવે તાજેતરમાં ઉમેરવામાં આવેલા નવા નિયમોને કારણે તેમના નુકસાનમાં ચોક્કસપણે વધારો થશે. જો કે, ઓનલાઈન ફૂડ ડિલિવરીની મંજૂરી એક રાહતની બાબત છે. હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટસ અસોસિએશનના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાણી જણાવે છે કે, ફૂડ ડિલિવરીની મંજૂરી રાતના ૧૧ વાગ્યા સુધી હોવી જોઈએ. જો રેસ્ટોરાંમાં આવતા ઓર્ડરના સંદર્ભમાં વાત કરીએ તો માત્ર ૨૦ ટકા જેટલો ધંધો બચ્યો છે. કોરોનાને કારણે લોકોમાં ડરનો માહોલ છે. અમુક રેસ્ટોરાંમાં ટેકઅવેની સુવિધા ચાલુ રાખવામાં આવી છે, પરંતુ અમુકે આવતા અઠવાડિયા સુધી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.

Related posts

લીંબડી શાકમાર્કેટ ૧૬મી સુધી બંધ

editor

अमरनाथ यात्रा : जामनगर से प्रथम टुकड़ी २६ को रवाना होगी

aapnugujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત BOB મહેસાણા દ્વારા શેરી નાટક યોજી કરવામાં આવી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1