Aapnu Gujarat
ગુજરાત

સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને હાઇકોર્ટે ફટકારી નોટિસ

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં તો બેડ માટે લોકો તરફડિયા મારી રહ્યા છે પરંતુ જગ્યા નથી મળી રહી. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. સરકાર ઇન્જેક્શન પુરા પહોંચાડવામાં વામણી સાબિત થઇ રહી છે. ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતી પેદા થાય છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ ૫૦૦૦ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પ્રગટ થાય છે અને જનતા વચ્ચે ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરે છે. આ મુદ્દે તંત્ર અને સરકાર બંન્ને ધુતરાષ્ટ્ર બની જાય છે. જનતાની સેવાનાં નામે આ પ્રમુખની વાહવાહી થવા લાગે છે. પાટીલ પાસે આટલા બધા ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેનો જવાબ તો ન તો સરકાર પાસે છે કે ન તો પાટીલની પોતાની પાસે.
તેવામાં આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી. જેના પગલે હાઇકોર્ટ દ્વારા સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને નોટિસ ફટકારવામાં આવી છે.
આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ૫ મે સુધીમાં પોતાનાં જવાબ રજુ કરવા માટે આદેશ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસી નેતા પરેશન ધાનાણી દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ફાર્મસીના લાયસન્સ વગર કોઇ પણ વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન રાખી શકે નહી. પછી તે ઇન્જેક્શનનું કમ્પાઉન્ડ હોય, મિક્સચર હોય કે દવા હોય તે રાખી શકે નહી.
મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શ પ્રિસ્ક્રાઇબ (લખી આપવું) કરી શકે છે. ડોક્ટર જ પોતાની પાસે રાખી શકે છે. આ દવાનું મેન્યુફેક્ચરિંગ પણ ગમે તે વ્યક્તિ કરી શકે નહી. તેવામાં આ જથ્થો ક્યાંથી આવ્યો તે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે. આ મુદ્દે સરકાર તો ઠીક તંત્ર પણ મૌન રાખીને બેઠું છે. તેવામાં હવે હાઇકોર્ટ સિવાય ક્યાંય ન્યાય મળે તેવી શક્યતા નહી વત્ત છે. તેના કારણે આખરે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

Related posts

પિયુષ પટેલે ૫૫૦ સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાનો ધડાકો થયો

aapnugujarat

ओढव में डॉक्टर पर फायरिंग

aapnugujarat

વડાલી સબ સ્ટેશન ખાતે કથા યોજાઇ

editor

Leave a Comment

UA-96247877-1