Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવે ટૂંકમાં ‘ઓક્સિજન એક્સપ્રેસ’ ટ્રેનો દોડાવશે

રેલવે આગામી ગણતરીના દિવસોમાં દેશભરમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડર્સના પરિવહન માટે ‘ઓક્સિજન એક્સપ્રેસ’ ટ્રેનો દોડાવશે. કોરોના મહામારીમાં ઓક્સિજનની વધુ પડતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે તેમ રેલવેએ જણાવ્યું હતું. દેશમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે ત્યારે મેડિકલ ઓક્સિજનની માગણી ટોચ પર પહોંચી છે. ખાલી ટેન્કરો કલામ્બોલી અને બોઇસર રેલવે સ્ટેશનોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજનની હેરફેર વિઝાગ, જમશેદપુર, રૂરકેલા અને બોકારો સુધી કરશે તેમ અધિકારીએ કહ્યું હતું.‘રોલ-ઓન-રોલ-ઓફ ટ્રક્સ ઓક્સીજન એક્સપ્રેસ માટે લોડ થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત સરકાર કોરોનાના દર્દીઓની મદદ માટે શક્ય તમામ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે’ તેમ રેલવે મંત્રી પિયૂષ ગોયલે એક ટિ્‌વટમાં કહ્યું હતું. બે રાજ્યોમાંથી વિનંતી મળતા જ રેલવેએ તત્કાળ લિક્વિડ મેડિકલ ઓક્સીજનના પરિવહનની ટેક્નિકલ ક્ષમતા ચકાસી હતી. ‘પ્રથમ ખાલી ટેન્કરો ૧૯ એપ્રિલના રોજે આગળ વધશે. અમને આશા છે કે આગામી ગણતરીના દિવસમાં ઓક્સિજન એક્સપ્રેસની કામગીરી શરૂ કરી દેવાશે. આવી માંગ ઊભી થાય ત્યાં ઓક્સિજન મોકલવામાં આવશે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોની ઝડપી હેરફેર માટે ગ્રીન કોરિડોર ઊભા કરાશે’ તેમ એક અધિકારીએ કહ્યું હતું. લિક્વિડ મેડિકલ ઓક્સિજનના પરિવહનને લગતા મામલે ૧૭ એપ્રિલના રોજે રેલવે બોર્ડના અધિકારીઓ અને રાજ્ય પરિવહન કમીશનરો તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી.

Related posts

नौकरी की अब बारिश होगीः ढ़ाई करोड़ लोगों को मौका मिलेगा

aapnugujarat

ભારતીય સેનામાં સુધારણાની તૈયારી

aapnugujarat

પાટણ જિલ્લામાં સ્વાઇન ફ્લુના ૬ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1