Aapnu Gujarat
મનોરંજન

રણબીર અને આલિયા માલદીવ માટે નીકળ્યાં

બોલિવૂડમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. એક પછી એક એક્ટર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રણબીર કપૂર થોડા સમય અગાઉ જ કોરોના વાયરસથી મુક્ત થયો હતો, જ્યારે આલિયા ભટ્ટનો હાલમાં જ કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કોરોનાથી મુક્ત થયા બાદ આ લવબડ્‌ર્સ રજાઓ માણવા નીકળી પડ્યાં છે.આલિયા અને રણબીરની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં તેઓ એક જ કારમાં એરપોર્ટ પર પહોંચ્યા હતા. આલિયા વ્હાઇટ જેકેટ અને પેન્ટમાં હતી, જ્યારે રણબીર વ્હાઇટ ટી શર્ટ અને ડેનિમ જીન્સમાં હતો. બન્નેના ચહેરા પર બ્લેક કલરનું માસ્ક હતું. અહેવાલોનું માનીએ તો, તેઓ રજાઓ માળવા માલદીવ ગયા છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આજકાલ ૧૫ દિવસનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આવામાં સરકારે ફિલ્મ્સ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ પર પણ રોક લગાવી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. સાથે જ એક પછી એક બોલિવૂડ સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. જ્યારે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વેકેશન પર નીકળી ગયા છે.

Related posts

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ આવતા વર્ષે થશે રિલીઝ

aapnugujarat

રાજકારણથી અજાણ પણ દેશભક્તિ લોહીમાં છે : સની દેઓલ

aapnugujarat

લિન્ડસે લોહાન રિયાલિટી સિરિઝમાં દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1