Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય સેનામાં સુધારણાની તૈયારી

ભારતીય સેના પોતાની ઓફિસર્સ રેંકસમાં વ્યાપક પરિવર્તન કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો છે કે સેના પોતાની રેન્ક્‌સમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. તેના પ્રમાણે ઓફિસર્સ રેંકસમાં બ્રિગેડિયરના પદને સમાપ્ત કરવામાં આવે તેવી શક્યતા છે. સેનામાં આવા પરિવર્તનનો ઉદેશ્ય કારકિર્દીની સારી સંભાવનાઓ બનાવવાનો અને તેમને સિવિલ સર્વિસિસ સમાન બનાવવાનો છે.
મહત્વપૂર્ણ છે કે સેનામાં આવું પરિવર્તન ૩૫ વર્ષના લાંબા સમયગાળા બાદ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ બાર લાખથી વધુ સૈનિકો ધરાવતી ભારતીય સેનામાં ૪૨ હજાર અધિકારીઓ છે. સેના પોતાની હાલની નવ ઓફિસર્સ રેંકસમાં ઘટાડો કરીને તેને છથી સાત કરવાની યોજના બનાવી રહી છે.સેનાના બ્રિગેડિયરના પદને સમાપ્ત કરવાને કારણે કર્નલની રેન્ક પર કામ કરી રહેલા સૈન્ય અધિકારી પ્રમોશન બાદ સીધા મેજર જનરલ બની શકશે. સેનાના અધિકારી મુજબ સિવિલ સર્વિસિસમાં હાલ છ પદ છે. તો આર્મ્ડ ફોર્સિસ હજીપણ પોતાના જૂના માળખાને અનુસરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે તાજેતરમાં ઓફિસર્સ કેડર્સમાં વ્યાપક પરિવર્તનના ઉદેશ્ય સાથે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી.
આ કમિટી નવેમ્બરના આખરમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. સેનાના પ્રવક્તા પ્રમાણે બ્રિગેડિયરની રેંકહટાવવાનો હાલ માત્ર પ્રસ્તાવ છે. આખરી નિર્ણય લેતા પહેલા આના પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે. તમામ સૈન્ય પાંખ અસરકારક અને ગતિશીલ બની રહે તેના માટે વખતોવખત આવો નિયમિત અભ્યાસ કરવામાં આવે છે.બ્રિગેડ કમાન્ડર જે સિવિલ સર્વિસિસમાં આઈજીથી સિનિયર હોય છે. પરંતુ આઈજી પોલીસ બ્રિગેડિયરથી વધારે પે-ગ્રેડ મેળવે છે. આમા નવા પરિવર્તન બાદ આ અંતર દૂર કરવાની કોશિશ થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે સિવિલ સર્વિસિસના અધિકારી ૧૮ વર્ષના જોઈન્ટ સેક્રેટરી પદે પહોંચી જાય છે. જ્યારે સેનામાં આ સ્તરે પહોંચવા માટે ૩૨થી ૩૩ વર્ષ લાગે છે. એકસો આઈએએસ અધિકારોમાંથી લગભગ ૮૦ અધિકારીઓ જોઈન્ટ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે. પરંતુ સેનામાં આવું પ્રમાણ એકસો અધિકારીઓએ માત્ર પાંચથી છનું જ છે.

Related posts

દર વર્ષે ૧૦ લાખ યુવાઓને લશ્કરી તાલીમ આપશે મોદી સરકાર

aapnugujarat

મૂડીરોકાણ માટે સિંગાપુર છે સૌથી ફેવરિટ, ભારતનું સ્થાન ૩૭મું

aapnugujarat

मुलायम सिंह यादव को अब सस्ती कार देगी यूपी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1