Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોનસુન સત્રમાં સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારાઈ

શુક્રવારે દરખાસ્ત પર ચર્ચા અને વોટિંગ : સરકાર ઉપર સંકટ નહીં

સંસદનું મોનસુન સત્ર શરૂ થયું હતું અને પ્રથમ દિવસે જ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. ૧૫ વર્ષમાં પ્રથમ વખત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી છે. કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી અને શરદ પવારના નેતૃત્વમાં એનસીપી દ્વારા લાવવામાં આવેલી આ દરખાસ્તને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સ્વીકારી લીધી હતી. આના ઉપર હવે શુક્રવારના દિવસે ચર્ચા કરવામાં આવશે અને મતદાન પણ હાથ ધરવામાં આવશે. દરખાસ્તને સ્વીકારી લેવામાં આવ્યા બાદ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. પ્રશ્ન કલાકની કામગીરી પુરી થવાની સાથે જ ટીડીપીએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. પ્રસ્તાવ ઉપર સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, અમે આના પર ચર્ચા માટે તૈયાર છે. લોકસભામાં શુક્રવારના દિવસે ચર્ચા થશે. મોદી સરકારની સામે આ પ્રથમ અવિશ્વાસ દરખાસ્ત છે. અલબત્ત નંબર ગેમના મામલામાં કોઇ તકલીફ નથી અને એનડીએ સરકાર સામે કોઇ સંકટ પણ નથી. એનડીએની પાસે લોકસભાના ૩૧૨ સભ્યો છે. ટીડીપીના કે શ્રીનિવાસે સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. અવિશ્વાસ પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. ટીડીપી દ્વારા આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી ચુકી છે. શ્રીનિવાસે ઝીરો અવર્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પહેલા સંસદનું મોનસુન સત્ર શરૂ થયું હતું. ધારણા પ્રમાણે તોફાની શરૂઆત થઇ હતી. પ્રથમ દિવસે જ જુદા જુદા મામલાઓને લઇને ગૃહમાં હોબાળો શરૂ થઇ ગયો હતો. આ ગાળા દરમિયાન સુમિત્રા મહાજને પ્રશ્નકલાકની કામગીરી શરૂ કરી હતી. ટીડીપીના સભ્યોએ આંધ્રને ખાસ દરજ્જો આપવાની માંગ કરીને ન્યાય આપવાની રજૂઆત કરી હતી. આરજેડી અને સીપીએમ સાંસદ પ્રશ્ન કલાક મોકૂફ રાખીને મોબલિચિંગની માંગ કરી રહ્યા હતા. સંસદનુ મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષે જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, ખેડુતોની સમસ્યા, બેરોજગારી અને દલિતો પર અત્યાચારના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટેની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ મોદી સરકાર સત્રમાં ત્રિપલ તલાક સહિતના મુદ્દા પર બિલને પસાર કરવા માટે ઇચ્છુક છે. આજે મોનસુન સત્ર શરૂ થયા બાદ ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. ત્રિપલ તલાક બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા તરીકે છે. આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં પેન્ડિંગ છે. સરકાર અન્ય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા સંબંધિત બિલને પણ પસાર કરવા ઇચ્છુક છે. સરકારના એજન્ડામાં મેડિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ બિલ અને ટ્રાન્સઝેન્ડરો સાથે જોડાયેલા બિલ પણ સામેલ છે. મોનસુન સત્ર દરમિયાન અપરાધિક કાયદા સુધારા બિલ ૨૦૧૮ને રજૂ કરવાની પણ યોજના છે. આમા ૧૨ વર્ષની ઓછી વયની બાળકીઓ સાથે બળાત્કારના મામલામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જુદા જુદા બિલ રજૂ કરવામાં આવનાર છે જેમાં જનપ્રતિનિધિ સુધારા બિલ ૨૦૧૭, ડેન્ટિસ્ટ સુધારા બિલ, ફરાર અપરાધી સાથેસંબંધિત બિલ ૨૦૧૮નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી બિલ ૨૦૧૭, ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ ૨૦૧૩ને પણ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન માનવ અધિકાર સુરક્ષા સુધારા બિલ, માહિતી અધિકાર સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. હાજને ઓછોમાં ઓછા છ સાંસદો તરફથી નોટિસ મળ્યા બાદ સ્વીકારી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદનું મોનસુન સત્ર શરૂ થયું હતું. મોનસુન સત્ર શરૂ થવાની સાથે જ ધાંધલ ધમાલની શરૂઆત થઇ હતી. આજે પ્રથમ દિવસે વિપક્ષ દ્વારા સરકારની સામે લોકસભામાં મુકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકારી લીધા બાદ આના ઉપર શુક્રવારે ચર્ચા થશે અને મતદાન થશે. સંસદનું મોનસુન સત્ર હંગામેદાર થવાની શક્યતા દેખાઈ રહી છે. અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારી લેવામાં આવ્યા બાદ મોદી સરકાર ઉપર કોઇ સંકટ નથી. કારણ કે તેની પાસે મજબૂત આંકડા રહેલા છે. મોદી સરકારની પાસે એનડીએના તમામ સાથીઓના મળીને લોકસભામાં ૩૧૦ સાંસદ છે. આવી સ્થિતિમાં અવિશ્વાસ દરખાસ્તને માત્ર સરકારની સામે સાંકેતિક વિરોધ તરીકે જ ગણવામાં આવશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસમાં છે. આંકડાકીય રીતે જોવામાં આવે તો ભાજપ પાસે હાલમાં ૨૭૩ સભ્યો પોતાના છે. તેની પાસે એકલા હાથે બહુમતિ છે.
૨૦૧૪ના આંકડા ઉપર નજર કરવામાં આવે તો તે વખતે ભાજપ પાસે પોતાની ૨૮૨ અને અન્યોને મળી ૩૩૭ સીટો હતી પરંતુ હવે તેની સીટોની સંખ્યા ઘટીને ૩૧૦ થઇ છે. ટીડીપીના સભ્યો તેની સાથેથી નિકળી ચુક્યા છે. ટીડીપીના ૧૬ સભ્યો હતા. લોકસભા ચૂંટણી વેળા ટીડીપીના સભ્યો તેની સાથે હોવાથી સ્થિતિ વધારે મજબૂત હતી. બુધવારના દિવસે સમાજવાદી પાર્ટી અને તેલુગુદેશમ પાર્ટીના સાંસદોએ લોકસભામાં મોબ લિચિંગની વધતી ઘટનાઓ અને આંધ્રપ્રદેશ માટે સ્પેશિયલ સ્ટેટસની માંગ કરીને અનેક મુદ્દાઓ ઉપર રજૂઆત કરી હતી. આ ગાળા દરમિયાન કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે જે સરકાર ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી રહી છે જે સરકારમાં દરરોજ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ થઇ રહી છે તે સરકાર સામે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવી રહ્યા છીએ. અવિશ્વાસ દરખાસ્તને લોકસભા અધ્યક્ષે સ્વીકારી લીધી હતી. સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર તમામ સભ્યોના નામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ટીડીપીના શ્રીનિવાસ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે. કારણ કે લોટરીથી તેમનું નામ નિકળ્યું છે. ટીડીપી આંધ્રપ્રદેશના ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને હોબાળો મચાવી રહી છે. બીજી બાજુ આરજેડીના સભ્યોએ મોબ લિચિંગના મુદ્દા પર હોબાળો મચાવ્યો હતો. ટીડીપી આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરીને આ વર્ષે માર્ચ મહિનામાં એનડીએ સરકારથી અલગ થઇ ગઇ હતી. શ્રીનિવાસે શૂન્ય કલાકમાં દરખાસ્ત રજૂ કરી હતી. ટીડીપીના સભ્યોએ બજેટ સત્ર દરમિયાન પણ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ આને ફગાવી દેવામાં આવી હતી.

Related posts

મમતાને ફટકો : રાજીવ કુમારને હાજર થવાનો હુકમ

aapnugujarat

સેન્સેક્સમાં ૫૫૧ પોઈન્ટનો કડાકો

aapnugujarat

रेलवे : ट्रैक मेनटेनेंस पर हर महीने १० अरब का खर्च होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1