Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૫૫૧ પોઈન્ટનો કડાકો

શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી. મુડીરોકાણકારોએ જંગી નાણા ગુમાવી દીધા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, એક્સિસ બેંક સહિતના શેરોમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે.
આજે ઉથલપાથલનો દોર જારી રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઘટીને ૩૫૯૭૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટીએ ૧૧ હજારની સપાટી કુદાવી દીધી હતી. સેંસેક્સમાં આજે મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાના શેરમાં ૬.૮૦ ટકા, ટીસીએસના શેરમાં ૪.૩૫ ટકા, એક્સિસ બેંકમાં ૩.૮૬ ટકા, મારુતિમાં ૩.૩૧ ટકા, ભારતી એરટેલમાં ૨.૬૫ ટકા, રિલાયન્સમાં ૨.૫૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિલાયન્સના શેરમાં પણ ઘટાડો તીવ્રરીતે નોંધાયો હતો. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શેરબજારમાં છેલ્લા કારોબારી સેંશનમાં તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ રિકવર ૩૬૫૨૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૮ પોઇન્ટ રિકવર થઇને ૧૧૦૦૮ની સપાટીએ રહ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો.
નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો. સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૬૧૪ પોઇન્ટનો ઘટાડો થતાં સતત પાંચમાં સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈ મહિનામાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના સપ્ટેમ્બર વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે.
સપ્ટેમ્બર મહિનાના આંકડાને લઇને બજાર નિષ્ણાતો ગણતરી લગાવી રહ્યા છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ગઈ છે ત્યારે આ વખતે વેચાણના આંકડામાં હવે સુધારાનો દોર શરૂ થશે. કેરળમાં પુરના લીધે અર્થતંત્રને નુકસાન થયું છે. બીજી બાજુ ચીન, જાપાન, અમેરિકા અને બ્રિટન તથા યુરો ઝોન દ્વારા આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર મહિના માટેના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડામાં સુધારો થઇ શકે છે. અમેરિકા દ્વારા સપ્ટેમ્બર મહિના માટેના બેરોજગારીના ડેટા જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડાઓ વૈશ્વિક પરિબલોની સાથે સાથે બજાર ઉપર અસર કરી શકે છે. સરકાર દ્વારા સ્થાનિક કરન્સીના અવમુલ્યનને રોકવા માટે હાલમાં પગલા લેવાયા છે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર મક્કમ દેખાઈ રહી છે. જો કે, આ પગલા હજુ સુધી અપેક્ષા મુજબ સફળ રહ્યા નથી.

Related posts

ખેડૂતોને એમએસપી સંબંધિત પોલિસીને કેબિનેટની બહાલી

aapnugujarat

देवघर कोषागार अवैध निकासी मामला: लालू यादव की जमानत याचिका पर कल होगी सुनवाई

aapnugujarat

ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડ એસએમઈ-આઈપીઓ મારફતે ₹ 39.77 કરોડ ઉભા કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1