Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાયસન્સની ડિઝિટલ કોપી માન્ય રહેશે

કેટલાક રાજ્યોના સ્ટેટ ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફીકેટનું ડિજિટલ વર્ઝન સ્વીકાર્ય કરવામાં આવતું નથી એવી મળેલી ફરીયાદો બાદ કેન્દ્ર સરકાર હવે મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી વાહનોના તમામ દસ્તાવેજોનું ડિજિટલ વર્ઝન સ્વીકાર્ય બને તેવા પરિપત્રો બહાર પાડવા જઈ રહી છે. જે દસ્તાવેજોનું ડિઝિટલ વર્ઝન સ્વીકાર્ય રહેશે. તેમાં પીયુસી સર્ટીફિકેટ અને વિમાના કાગળોનો પણ સમાવેશ થશે. આવતા બે દિવસમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આ અંગે એક એડવાઈઝરી જાહેર કરશે.હવે ટ્રાફિક પોલિસ રોકે તો લાયસન્સની ડિઝિટલ કોપી પણ માન્ય રહેશે.
ખિસ્સામાં લાયસન્સની ઓરિજનલ કોપી લઇને ફરવાની જરૂરિયાત નથી. અત્યારસુધી આ કોપીને પોલીસ કર્મચારીઓ વેલિડ ગણતા ન હતા. હવે આ કોપી વેલિડ ગણાશે.
લોકો સાથે બેગ કે ખિસ્સામાં રાખીને ફરવામાં ખોવાઇ જવાનો ડર અનુભવી રહ્યાં હતા. હવે ડિજિટલ કોપી માન્ય ઠરતાં સાથે લઇને જવાની જરૂર નથી. સરકાર આ અંગે બે દિવસમાં જ કાર્યવાહી કરે તેવી સંભાવના છે.
કેન્દ્ર સરકાર ટ્રાફિક પોલીસની મનમાનીને પગલે આ નિર્ણયો લઇ રહી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય જે નવા નિયમો બનાવી રહ્યું છે તેમાં બાંધકામ માટેની સામગ્રીઓ જેમ કે રેતી, સિમેન્ટ, કપચી, ઈંટ વગેરે લઈ જતા ટ્રકોએ બંધ બોડી અથવા તો કન્ટેનરમાં આ બધી વસ્તુ લઈ જવી પડશે. વિકસીત દેશોમાં બાંધકામ માટેની સામગ્રી કવર્ડ ટ્રકની અંદર લઈ જવાતી હોય છે. ખુલ્લામાં આવી સામગ્રીઓનું હવન થવાને કારણે રસ્તાઓ ઉપર તે ઢોળાતુ હોય છે અને જેને કારણે અકસ્માતો પણ થતા હોય છે. અનકવર્ડ ટ્રક પર્યાવરણને પણ નુકશાન કરે છે. જે નવા નિયમો તૈયાર કરાયા છે તેમાં લાંબા અંતરે જતા ટ્રકમાં બે ડ્રાઈવરો રાખવાનું પણ ફરજિયાત બનશે.
મંત્રાલયે તમામ નેશનલ પરમીટવાળા વાહનોમાં ફાસ્ટ ટેગ, ફીકસીંગ રીફલેકટીવ ટેપ અને વ્હીકલ ટ્રેસીંગ સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવાની રહેશે. વધુમાં તમામ નવા કોમર્શીયલ વાહનો માટે ફીટનેસ ટેસ્ટ જરૂરી બનશે નહીં.
જ્યારે જૂના વાહનો માટે દર વર્ષે આવી ટેસ્ટને બદલે દર બે વર્ષે ફીટનેસ ટેસ્ટ લાગુ થશે. જેને કારણે આવા વાહનોને રાહત મળશે. ૮ વર્ષ જૂના હોય તેઓને વાર્ષિક ફીટનેસ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે.

Related posts

पुलवामा में ३ आतंकियों को सुरक्षा बलों ने फूंका

aapnugujarat

બે આંકમાં જીડીપી ગ્રોથને લઇ જવાની દિશામાં કામ જરૂરી છે : વડાપ્રધાન મોદી

aapnugujarat

જદયુ બિહારમાં યાત્રા કાઢી સંગઠનને મજબુત કરવાની કવાયત શરૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1