Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓ ફસાયા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં અત્યારે ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં છેલ્લાં કેટલાંક દિવસથી ભારે વરસાદના લીધે જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સોમવારે રાત્રે યમનોત્રી ધામમાં વરસાદથી ત્રણ દુકાનો અને પગપાળા ચાલી શકાય તેવો પુલ વહી ગયો છે. આ વિસ્તારમાં યમુના નદીની જળસપાટી અચાનક વધતા શ્રદ્ધાળુઓમાં અફડાતફડી મચી ગઇ છે. નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કરતાં વીઆઈપી ઘાટ સહિત કેટલીય દુકાનોમાં નુકસાન પહોંચ્યું છે. અહીં અંદાજે ૧૨ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. પરંતુ તેમને સકુશળ કાઢવામાં આવ્યા છે.
ભારે વરસાદના લીધે રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઇવે ૧૦૯ ફાટાની પાસે કાટમાળ આવવાથી બંધ થઇ ગયો છે. કેદારઘાટીમાં પણ વરસાદ ચાલુ છે. સોમવાર મોડી રાતથી બદ્રીનાથમાં શરૂ થયેસ ભારે વરસાદના લીધે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો, જે આજે સવારે રાબેતા મુજબ થઇ ગયો હતો.તાજેતરમાં જ ઉત્તરકાશી અને ચમોલીમાં વાદળ ફાટયાના સમાચારો પર બોલતા જિલ્લાના ડિઝાસ્ટરમેનેજમેન્ટના અધિકારીએ ખોટા સમાચાર ગણાવ્યા હતા. જિલ્લા આપદા અધિકારીએ આ સમાચારને ધડમૂળથી નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે યમનોત્રી ધામ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી મોટી નુક્સાનીની માહિતી છે. પરંતુ વાદળ ફાટવાની ઘટના ખોટી છે.
સોમવારે મોડી રાત્રે વરસાદે યમનોત્રી ધામમાં કહેર વરસાવ્યો હતો. વરસાદથી યમનોત્રી ધામમાં ગરમ પાણીના બે કુંડ વહી ગયા છે. તેમાં લોક ન્હાતા હતા. જ્યારે વરસાદના લીધે યમુના નદીની જળ સપાટી વધતા ત્રણ દુકાનો વહી ગઇ. વરસાદથી જાનકીપટ્ટીમાં લગાવામાં આવેલ ટેન્ટ અને પાર્કિંગ સ્થળની આસપાસ સતત ભેખડો ધસી રહી છે.જાનકીપટ્ટીથી યમનોત્રી સુધી પગપાળા જવાનો માર્ગ ક્ષતિગ્રસ્ત થઇ ગોય છે. યમનોત્રી ધામમાં કેટલાંય શ્રદ્ધાળુઓ ફસાયા છે. યમુનાએ વિકરાળ રૂપ ધારણ કરતાં શ્રદ્ધાળુઓ ડરી ગયા છે.

Related posts

૯૫ સીટ ઉપર ૬૬ ટકાથી વધુ મતદાન નોંધાયું

aapnugujarat

મહેબુબા મંત્રીમંડળમાં ફેરફાર : ૮ પ્રધાનોના શપથ

aapnugujarat

चीन को भारतीय सेना का दो टूक जवाब: हैं तैयार हम…!

editor

Leave a Comment

UA-96247877-1