Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહેબુબા મંત્રીમંડળમાં ફેરફાર : ૮ પ્રધાનોના શપથ

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તી પ્રધાનમંડળમાં આજે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા. સાથી પક્ષ ભાજપના મંત્રીઓના ગયા સપ્તાહમાં રાજીનામા બાદ ફેરફારની બાબત જરૂરી બની ગઈ હતી. આખરે આજે ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલ આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા જે પૈકી છ ભાજપના અને બે પીડીપીના મંત્રીઓ બન્યા છે. રાજ્યપાલ એનએન વ્હોરાએ સૌથી પહેલા કવિન્દ્ર ગુપ્તાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. નિર્મલસિંહના નાયબ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી દીધા બાદથી તેમના નામને લઇને ચર્ચા ચાલી રહી હતી. કવિન્દ્ર ગુપ્તા હવે નાયબ મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી-ભાજપ સરકારમાં કવિન્દ્ર ગુપ્તા નાયબ મુખ્યમંત્રી બનશે. કવિન્દ્ર ગુપ્તા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકે છે. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત ૨૫ પ્રધાનો મહત્તમ રહી શકે છે જે પૈકી પીડીપીના ૧૪ ખાતાઓ છે. બાકીના ભાજપ પાસે છે. આઠ પ્રધાનો આજે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા જે પૈકી સાત નવા ચહેરા છે. ભાજપના રાજ્ય એકમના વડા સતપાલ શર્માએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. સુનિલ કુમાર શર્મા, રાજીવ જસ રોટિયા, દેવેન્દ્રકુમાર મનિયાલ, શક્તિરાજ પરિહારે ભાજપ તરફથી પ્રધાન તરીકે શપથ લીધા હતા જ્યારે મોહમ્મદ ખલીલ અને મોહમ્મદ અશરફ મીરે પીડીપી તરફથી શપથ લીધા હતા. રાજ્ય વિધાનસભાના સ્પીકર રહેલા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, તેમને મોટી જવાબદારી મળી ગઈ છે. જમ્મુ કાશ્મીર અને લડાખના લોકો માટે કામ કરતા રહેશે. ભાજપે ૧૭મી એપ્રિલના દિવસે મહેબુબા મુફ્તી સરકારમાં ત્પોતાના તમામ નવ મંત્રીઓને રાજીનામુ આપવા કહ્યું હતું. બે વર્ષ જુની સરકારમાં નવા ચહેરાઓને લાવી શકાય તે માટે રાજીનામા આપવા માટે કહેવામાં આવ્યું હતું. બે મંત્રીઓ લાલસિંહ અને ચંદ્રપ્રકાશ ગંગાના નામ કઠુઆ ગેંગરેપમાં આવ્યા બાદથી ભાજપ સામે દબાણની સ્થિત હતી. બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપના મામલામાં સમર્થન રેલીમાં આ બંને જોડાયા હતા. મોડેથી આ બંને પ્રધાનોએ રાજીનામુ આપ્યું હતું. જનમત મળ્યા બાદ અમે ગઠબંધનમાં સામેલ થયા હતા તેમ જણાવતા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું છે કે, ભાજપના ધારાસભ્યો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટે કટિબદ્ધ છે. ભાજપના કઠુઆના ધારાસભ્ય રાજીવ અને પીડીપીના પુલવામાના ધારાસભ્ય મોહમ્મદ ખલીલે જમ્મુ કાશમીર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. કવિન્દ્ર ગુપ્તા ત્રણ વર્ષ સુધી જમ્મુ કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ રહ્યા છે. તેઓ જમ્મુમાં મેયર પણ રહી ચુક્યા છે. ૨૦૧૪ વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા સીટ પરથી જીતી ગયા હતા અને પહેલી વખત ધારાસભ્ય ન્યા હતા.

Related posts

ટકલાની ધરપકડથી દાઉદ ગેંગને મોટો ફટકો : ઉજ્જવલ નિકમ

aapnugujarat

રાજસ્થાનના પ્રતાપગઢ-જયપુર હાઇવે પર વરઘોડામાં નાચી રહેલા લોકો પર ટ્રક ફરી વળ્યો છ ૧૫ લોકોના મોત

aapnugujarat

विजय-दशमी नारी शक्ति का प्रतीक है : सोनिया गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1