Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાન બે બ્લાસ્ટના લીધે હચમચ્યુ : ૨૫નાં મોત

અફઘાનિસ્તાનમાં રક્તપાતનો દોર જારી રહ્યો છે. આજે સવારે કાબુલમાં બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં આઠ પત્રકારો સહિત ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થયા છે અને ૫૦થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બ્લાસ્ટ સવારે આઠ વાગે કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક સ્ટેટ સંગઠન દ્વારા બે આત્મઘાતી બોંબ બ્લાસ્ટ ટૂંકાગાળાની અંદર કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એએફપીના ફોટોગ્રાફર અને એક લોકલ ટીવી સ્ટેશનના કેમેરામેન સહિત આઠ પત્રકારોના મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં ચાર પોલીસ જવાનો પણ સામેલ છે. આઈએસ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. અફઘાનમાં એક પછી એક ભીષણ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે અનેક હુમલા થયા છે. આઈએસ સંબંધિત વેબસાઇટ ઉપર નિવેદનમાં ઇસ્લામિક સ્ટેટે કહ્યું છે કે, તેના બે લોકો દ્વારા આ બોંબ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. કાબૂલમાં અફઘાન ઇન્ટેલીજન્સ સર્વિસના હેડક્વાર્ટર્સને ટાર્ગેટ બનાવીને આ હુમલા કરવામાં આવ્યા છે. નાટો હેડક્વાર્ટર્સ નજીક સેનટ્રલ શાશદારક વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં અનેક દેશોના વિદેશી દૂતાવાસની ઓફિસો આવેલી છે. અફઘાનિસ્તાન ઇન્ટેલીજન્સ સર્વિસની ઓફિસ આવેલી છે. પહેલો આત્મઘાતી બોંબર મોટરબાઈક ઉપર આવ્યો હતો જ્યારે બીજો હુમલો પ્રથમ બ્લાસ્ટમાં ભોગ બનેલા લોકોની મદદ કરવામાં આવેલા લોકોને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો. અનેક વિદેશી સંસ્થાઓના પત્રકારોના આમા મોત થયા છે. આઠ અફઘાન પત્રકારો માર્યા ગયા છે. છ ઘાયલ થયા છે. પત્રકારોના મોતના મામલામાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. કાબુલના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બંને બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરાઈ હતી. ગયા સપ્તાહમાં અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મતદાતાઓ માટે ઓળખપત્ર જારી કરનાર કેન્દ્રની બહાર એકત્રિત થયેલા લોકો વચ્ચે ૨૨મી એપ્રિલના દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવતા ઓછામાં ઓછા ૬૪ લોકોના મોત થઇ ગયા હતા ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ અહીં ૨૦મી ઓક્ટોબરના દિવસે યોજાનાર ચૂંટણીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચૂંટણીને લઇને સુરક્ષા ચિંતા પણ વધી ગઈ છે. કાબુલ પોલીસના પ્રમુખ દાઉદ અમીને કહ્યું છે કે, આત્મઘાતી હુમલો કેન્દ્રમાં એન્ટ્રી ગેટની નજીક થયો હતો. કેન્દ્ર ઉપર લોકોને રાષ્ટ્રીય ઓળખપત્ર આપવાની કામગીરી ચાલી રહી હતી. શહેરના પશ્ચિમમાં શિયા વસ્તીવાળા ક્ષેત્રમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ચૂંટણી માટે ૧૪મી એપ્રિલના દિવસે નોંધણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હજુ પણ હિંસા થઇ શકે છે. આત્મઘાતી બોંબર વોટર રજિસ્ટ્રર સેન્ટર નજીક ત્રાટક્યો હતો. અગાઉ પણ નાગરિકોને ટાર્ગેટ બનાવીને તેના દ્વારા હુમલા કરવામાં આવી ચુક્યા છે. અફઘાનિસ્તાનમાં ઓક્ટોબરમાં સંસદીય ચૂંટણી યોજાનાર છે જેની તૈયારીઓ શરૂ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૨૨મી એપ્રિલના દિવસે જ ઉત્તરીય અફઘાનિસ્તાનમાં આર્મીબેઝ ઉપર સેનાના યુનિફોર્મ પહેરીને આવેલા તાલિબાનના ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૪૦થી પણ વધુ સૈનિકોના મોત થયા હતા. બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૧૬૦ આંકવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં નોર્ધન સીટી મઝારે શરીફ પાસે આર્મી કેમ્પ પર તાલિબાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારની સાથે સાથે બોમ્બ પણ ઝીંકાયા હતા. ગયા મહિનામાં કાબુલમાં સિયા ધાર્મિક સ્થળને ટાર્ગેટ બનાવીને પણ હુમલો કરાયો હતો જેમાં ૩૧ના મોત થયા હતા.

Related posts

Any use of force by US against Iran would lead to disaster : Putin

aapnugujarat

ભારતની શીખ લેવાની સલાહ આપનાર પાક.ના પૂર્વ ડિપ્લોમેટ પર કેસ

aapnugujarat

अमेरिकी राजनयिकों पर प्रतिबंध लगाने की तैयारी में पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1