Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતની શીખ લેવાની સલાહ આપનાર પાક.ના પૂર્વ ડિપ્લોમેટ પર કેસ

અમેરિકામાં પાકિસ્તાનના એમ્બેસેડર રહી ચૂકેલા હુસૈન હક્કાની પર પાક સરકાર અને મિલિટરી વિરૂદ્ધ હેટ સ્પીચ આપવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હક્કાની પર આરોપ છે કે, તેઓએ પોતાના પુસ્તકો અને નિવેદનોથી દુનિયાની સામે પાકની ઇમેજ ખરાબ કરી છે. તેમની ઉપર પખ્તૂનખ્વા પ્રાંતના કોહત ડિસ્ટ્રિક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં હક્કાનીએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા પાકિસ્તાને તેમની પાસેથી શીખ લેવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું હતું કે, મોદીએ પાકિસ્તાનની સાથે સંબંધો સુધારવાની ઘણી કોશિશ કરી પરંતુ પઠાણકોટ હુમલા બાદ તેઓની તમામ કોશિશો નિષ્ફળ બની. હક્કાની આ પહેલાં પણ પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં નાટકનો આરોપ લગાવી ચૂક્યા છે.
હક્કાની પર પાકિસ્તાનના વિરૂદ્ધ ખોટાં નિવેદનને લઇને આરોપ લગાવવામાં આવ્યા છે. એફઆઇઆર દાખલ કરનાર એક વ્યક્તિએ તેમના ઉપર એમ્બેસેડર રહેવા દરમિયાન સીઆઇએ (અમેરિકા) અને રૉ (ભારત) એજન્ટ્‌સને વિઝા આપવાનો આરોપ લગાવ્યો હતો.
તેમની ઉપર પાકિસ્તાન પીનલ કોડ હેઠળ દેશ વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરવા અને આતંકવાદી ષડયંત્રની ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, હક્કાની ૨૦૦૮થી ૨૦૧૧ સુધી અમેરિકામાં પાકિસ્તાનના એમ્બેસેડર રહ્યા હતા. પોલીસ ઓફિસરોના જણાવ્યા અનુસાર, કેસ દરમિયાન હક્કાનીએ પોતાને સરેન્ડર કરવાનું રહેશે નહીં તો તેઓને ભાગેડૂ જાહેર કરવામાં આવશે.
હક્કાની ૧૯૯૨થી ૧૯૯૩માં શ્રીલંકામાં એમ્બેસેડર રહ્યા હતા. તેઓ ઘણીવાર પાકિસ્તાન સરકાર અને આર્મી પર લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવતા રહે છે.હાલમાં જ તેઓએ પાકિસ્તાની આર્મી પર મોટો આરોપ લગાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, પાક આર્મી અફઘાનિસ્તાનમાં આગ લગાવી રહી છે અને તેને બૂઝાવવાનું નાટક પણ કરી રહી છે.તો વળી, અમેરિકાના વખાણ કરતાં તેઓએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન છોડતી વખતે તેઓ દેશને મજબૂત સરકાર અને સેના આપીને જશે.

Related posts

નેતન્યાહુ મોદીને ખારા પાણીને પીવાલાયક ચોખ્ખું બનાવનાર ગલ-મોબાઇલ જીપ ગિફ્ટમાં આપશે

aapnugujarat

नाइजीरिया में हुए सड़क हादसे में 13 की मौत

editor

भारत के साथ बातचीत तभी संभव जब वह कश्मीर पर फैसला पलटे : पाक पीएम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1