Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નેતન્યાહુ મોદીને ખારા પાણીને પીવાલાયક ચોખ્ખું બનાવનાર ગલ-મોબાઇલ જીપ ગિફ્ટમાં આપશે

ઇઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ ૧૪ જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ પોતાની ભારત યાત્રા દરમ્યાન પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને એક ખાસ ગિફ્ટ આપશે. સૂત્રોના મતે નેતન્યાહુ ખારા પાણીને પીવાલાયક ચોખ્ખું બનાવનાર ગલ-મોબાઇલ જીપ ગિફ્ટમાં આપશે. ગયા વર્ષે જુલાઇમાં પોતાની ઇઝરાયલ યાત્રા દરમ્યાન મોદીએ નેતન્યાહુની સાથે આ જીપમાં બેસીને ભૂમધ્ય સાગરના તટની લટાર મારી હતી અને ખારા પાણીને પીવાલાયક બનાવાનો નમૂનો પણ જોયો હતો.  સૂત્રોએ કહ્યું કે નેતન્યાહુ હવે આ જીપ મોદીને ગિફ્ટમાં આપવા જઇ રહ્યાં છે.નેતન્યાહુ ચાર દિવસ ભારતની મુલાકાતની તૈયારીમાં લાગ્યા છે ત્યારે સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે જીપ વાસ્તવમાં ભારત માટે રવાના પણ થઇ ચૂકી છે અને ઇઝરાયલી વડાપ્રધાન દ્વારા મોદીને ગિફ્ટમાં આપવા માટે સમયસર પહોંચી જશે. કહેવાય છે કે આ જીપની કિંમત અંદાજે ૩.૯ લાખ શેકેલ એટલે કે અંદાજે ૭૦ લાખ રૂપિયા છે. નેતન્યાહુની આ મુલાકાત એવા સમયમાં થઇ રહી છે જ્યારે ભારત એ તાજેતરમાં જ ઇઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલરની રાફેલ ડીલ કેન્સલ કરી દીધી છે. કહેવાય છે કે નેતન્યાહુ ભારતની સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. નેતન્યાહુની સાથે રાફેલના સીઇઓ પણ ભારત આવે તેવી શકયતા છે.

Related posts

US does not want to go to war with Tehran : Mike Pompeo

aapnugujarat

नाइजीरिया में पेट्रोल से भरे टैंकर में विस्फोट, 45 लोगों की मौत

aapnugujarat

ટ્રમ્પની ધમકી : જન્મજાત સિટીઝનશીપ કરીશું રદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1