Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર દુષ્કર્મ કેસમાં આસારામને જેલમાં જ રહેવું પડશે

ગુજરાતના ગાંધીનગર દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટ ૮ સપ્તાહ બાદ સુનવણી હાથ ધરશે ત્યાં સુધી આસારામે જેલમાં જ રહેવું પડશે. આ મામલે ૨૯ જાન્યુઆરીએ ગુજરાતની નીચલી અદાલતમાં પીડિતાનું નિવેદન નોંધવામાં આવશે. કોર્ટે કહ્યું છે કે પહેલા પીડિતાનું નિવેદન નોંધવામાં આવશે અને ત્યાર બાદ જ જામીન અરજી પર વિચાર કરવામાં આવશે.
આસારામે પોતાની જામીન અરજીમાં કોર્ટને જણાવ્યું હતું કે, તેમની ઉંમર થઈ ગઈ છે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહેતુ નથી. માટે જામીન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવે. ગુજરાતના ગાંધીનગર દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટ આસારામની જામીન અરજી પર સુનવણી કરી હતી.આ અગાઉની સુનવણી દરમિયાન કોર્ટે આસારામ વિરૂદ્ધની ધીમી સુનવણી પર સવાલ ખડાં કર્યા હતાં અને ગુજરાત સરકારને સુનવણીમાં થઈ રહેલા વિલંબ બદલ જાણકારી માંગી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પુછ્યું હતું કે, હજી સુધી પીડિતાનું નિવેદન કેમ નોંધવામાં આવ્યું નથી?
રાજ્ય સરકાર સોગંધનામું દાખલ કરી કેસમાં થઈ રહેલી પ્રગતિ વિષે જણાવે.૧૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, આસારામ વિરૂદ્ધ ટ્રાયલને ન લટકાવે. આ કેસમાં પ્રેકટિકલી શક્ય હોય તો સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવે કારણ કે, આસારામ ઘણા સમયથી જેલમાં બંધ છે. જવાબમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે, આ મામલે સાક્ષીઓને લઈને કાર્યવાહી ઝડપથી થઈ રહી છે. ૨૯ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યાં છે અને ૪૬ સાક્ષીઓના નિવેદનો નોંધવાના બાકી છે. સુનાવણી દરમિયાન કેટલાક સાક્ષીઓની હત્યા નિપજાવવામાં આવી જ્યારે અન્ય કેટલાક પર હુમલા કરી ઘાયલ કરવામાં આવ્યાં હતાં.આસારામ તરફથી કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તે સાક્ષીઓના નિવેદનો નોંધાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ગુજરાત સરકારને આદેશ કરે.આસારામે સુપ્રીમ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં કહ્યું હતું કે, જ્યાં સુધી કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓના નિવેદનો ટ્રાયલ કોર્ટમાં નોંધવામાં ન આવે ત્યાં સુધી તે જામીન અરજી પર સુનાવણી હાથ નહીં ધરે. ૮ સપ્તાહ બાધ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. જેથી ૨૦૧૩થી જેલમાં બંધ આસારામે હજી જેલમાં જ રહેવું પડશે.

Related posts

રાજ્યમાંથી ૫૩ ઝોલાછાપ તબીબ પકડાયા

editor

ઓઢવમાં માતા-પુત્રની હત્યા કેસમાં પુત્રવધુનાં પ્રેમીની ધરપકડ

aapnugujarat

થર્મોકોલના ખોખામાં બેસી નદી પાર કરીને શાળામાં જાય છે બાળકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1